28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહિસાગરની ‘કેબલચોર’ ગેંગ અરવલ્લી LCB ના સકંજામાં આવી, વીજ વાયર અમદાવાદ વેંચવા...

મહિસાગરની ‘કેબલચોર’ ગેંગ અરવલ્લી LCB ના સકંજામાં આવી, વીજ વાયર અમદાવાદ વેંચવા જતાં પહેલા પોલિસે ઝડપ્યા

0
107

અરવલ્લી જિલ્લામાં ચોરી જેવી ઘટનાઓ ઘટતી હોય છે, જેમાં ઘરફોડ, મંદિરમાં ચોરી, જેવી વિવિધ ઘટનાઓને તસ્કરો અંજામ આપતા હોય છે, પણ હવે તસ્કરો મોટો હાથ ફેરો કરવા એલ્યુમિનિયના વીજ વાયરની ચોરી પણ કરતા થયા છે. આવી જ એક ચોરી અરવલ્લી જિલ્લાના માલપુર ના જેસવાડી ગામની સીમમાં થઈ હતી, જ્યાં કેબલચોર ગેંગ એ વીજ વાયરની ચોરી કરી હતી, જે અંગે માલપુર પોલિસ મથકે ગુનો દાખલ થયો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલિસે તપાસ હાથ ધરતા, ગેંગના 7 લોકોને ઝડપી પાડીને જી.ઇ.બી.ના થાંભલા માં વપરાતા એલ્યુમીનીયમના ચોરીના કેબલ વાયર કુલ-9 બંડલ કબજે કર્યા છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી,ત્યારે એલ.સી.બી. પી.આઈ. એચ.પી.ગરાસીયા ના નેતૃત્વમાં પી.એસ.આઈ. વી.જે.તોમર તથા પી.એસ.આઈ.સી.એમ.રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે માલપુર ચાર રસ્તા નજીક જતાં ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, આજથી આશરે દશેક દિવસ અગાઉ માલપુર જેસવાડી ગામની સીમમાંથી ફગોળીયાથી માલપુર મોડાસા તરફ જતા હાઈવે રોડ ઉપરના જી.ઈ.બી.ના થાંભલાઓ ઉપરથી એલ્યુમીનીયમના કેબલ વાયરની ચોરી થઈ હતી, જેમાં સતીષભાઈ રમણભાઈ ભોઈ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર તથા તેના સાગરીતોની સંડોવણી છે. આ સમગ્ર મામલે તેમના સાગરીતો સાથે હાલ માલજીના પહાડીયા ગામની સીમમાં ત્રણ રસ્તા રોડ ઉપર એલ્યુમીનીયમના કેબલ વાયરો ભરેલ મારૂતી સિફટ ગાડીનં-GJ.31.R.9974 ની સાથે ઉભો છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માલજીના પહાડીયા ગામ ની સીમમાં ત્રણ રસ્તા રોક ઉપર જતા, મારૂતી સિફફ્ટ ગાડી નંબર.GJ.31.R.9974 ઉભા હતા, ગાડી સાથે કુલ 7 ઈસમો ઊભા હતા, જેમને કોર્ડન કરીને પોલિસે ઝડપી પાડ્યા હતા. ગાડીની તપાસ કરતા, તેમાંથી જી.ઈ.બી. ના ઈલેક્ટ્રીક થાંભલા પર લાગતા, એલ્યુમિનિયમના વાયરનો જથ્થો હતો. પોલિસે તપાસ કરતા, ગાડીમાંથી વીજ વાયરના કુલ 9 બંડલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 39000 થવા પામતી હતી. પોલિસે કારની કિંમત કુલ 5 લાખ મળીને 5,39,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપીઓ ચોરી કરેલા વીજ વાયરો અમદાવાદ વેચવા માટે નિકળેલા હોવાનું સામે આવ્યું હતું. પોલિસે તમામ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ મુદ્દામાલ:-
જી.ઇ.બી.ના થાંભલાના એલ્યુમીનીયમના ચોરીના કેબલ વાયર કુલ-૯ બંડલ જેની કિ.રૂ.૩૯૦૦૦ /- ની ગણી તથા મારૂતી સિફટ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.૫,૩૯,૦૦૦/-નો મુદ્દામાલ સાથે
પકડાયેલ આરોપીઓ:-
(1) સતીષભાઈ રમણભાઈ ભોઈ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર
(2) પ્રકાશભાઈ ભેરૂભાઈ કુમાવત મુળ રહે.ચીલેશ્વર તા.માંડલ જી.ભિલવાડા (રાજસ્થાન) હાલ રહે.રાજાના મહેલની સામે લુણાવાડા તા.લુણાવાડા જી.મહિસાગર
(3) પ્રવિણભાઈ શનાભાઈ બારીયા રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર
(4) ભવનભાઈ શનાભાઈ ખાંટ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર
(5) અલ્પેશભાઈ રમણભાઈ ભોઈ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર
(6) અજયભાઈ રમેશભાઈ ભોઈ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર
(7) મહેન્દ્રભાઈ અશોકભાઈ ભોઈ રહે.કોટ ફળીયુ, આંજનવા જી.મહિસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!