28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠાના ગાંભોઈ પોલિસ સ્ટેશનના નાસતો-ફરતો આરોપી અરવલ્લી SOG ના હાથે ઝડપાયો

સાબરકાંઠાના ગાંભોઈ પોલિસ સ્ટેશનના નાસતો-ફરતો આરોપી અરવલ્લી SOG ના હાથે ઝડપાયો

0
130

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સંજયકુમાર એસ.કેશવાલા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. અને સ્પેશલ ઓપરેશન ગૃપના ઈન્ચાર્જ પી.આઈ. એચ.પી.ગરાસીયા ની સૂચના થી એસ.ઓ.જી. ટીમ નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી. આ સમય દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલિસ સ્ટેશન ખાતે વર્ષ 2025માં એક આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જે આરોપી શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં છે. એસ.ઓ.જી. ની ટીમે ચોક્કસ બાતમીના આધારે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી અને ગાંભોઈ પોલીસ સ્ટેશન પાર્ટ.સી.ગુ.ર.નંબર.૧૧૨૦૯૦૨૫૦૨૪૩/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ-૬૫એઇ,૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા-ફરતા આરોપી રૂપસીભાઈ શકરાભાઈ નિનામા ઉ.વ.૫૯, રહે. જાબચીતરીયા, તા.ભિલોડા, જિ.અરવલ્લી ને શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

અરવલ્લી એસ.ઓ.જી. ની ટીમે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતાં પ્રોહિબિશન ગુના અંગે કબુલાત કરતા,તેને પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા.૨૦૨૩ ની કલમ.૩૫(૧)(જે) મુજબ અટક કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપીને ગાંભોઈ પોલિસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!