27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines Exclusive : અરવલ્લી પોલિસ ગાડી પર ફાયરિંગ, પોશડોડાનો જથ્થો પકડતાં સર્જાયા ફિલ્મી...

Exclusive : અરવલ્લી પોલિસ ગાડી પર ફાયરિંગ, પોશડોડાનો જથ્થો પકડતાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, 1 ઝડપાયો

0
177

માલપુર પંથકમાં આરોપીને પકડવા જતાં, આરોપીનું પોલિસ ગાડી પર ફાયરિંગ
ઈનોવા ગાડીમાં લવાતો હતો, પોશડોડાનો જથ્થો
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ઈનોવા ગાડીનો LCB એ પીછો કર્યો
પીછો કરતા માલપુર પોલિસને જાણ કરાતા, ઈનોવાને રોકવાનો કર્યો હતો પ્રયાસ
આરોપીઓને રોકવા માટે બેરિકેટિંગ અને ગાડી મુકવામાં આવતા કર્યું ફાયરિંગ
આરોપી પાસેથી બંદુક અને જીવતા કારતૂસ મળ્યા

અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી, પોશડોડા સહિત ગાંજાની હેરાફેરી સતત થતી હોય છે, જોકે અરવલ્લી જિલ્લા પોલિસની ટીમ દ્વારા આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ને ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ અને એ.એસ.પી. સંજયકુમાર કેશવાલાની સૂચનાથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, ત્યારે પોલિસને મોટી સફળતા મળી છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંહમાં હતી, ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી. ગરાસિયાની સૂચનાથી એલ.સી.બી. ટીમ માલપુર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, આ સમય દરમિયાન બાતમી મળી હતી કે, એક ઈનોવા ગાડીમાં પોશડોડાનો જથ્થો રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યો છે. પોલિસે સતર્કતા દાખવી હતી. ગાડી આવતા જ ઈનોવા ગાડીનો પીછો કર્યો હતો. તાત્કાલિક માલપુર પોલિસની ટીમને જાણ કરતા, માલપુર પોલિસે પણ ઈનોવા ગાડીને રોકવા માટે પ્રયાસો કર્યા હતા. એક પી.સી.આર. વાન રસ્તા પર મુકી દેવામાં આવી હતી, તે સમય દરમિયાન પોશડોડા ભરીને આવી રહેલી ઈનોવા ગાડીના ચાલકે, રસ્તો ખુલ્લો કરવા ગાડી પર ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

પોલિસે એક ઇસમને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો છે. પોલિસે ઈનોવા ગાડીમાંથી અંદાજે 436 કિ.લો પોશડોડાનો જથ્થો પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત અંદાજે 13 લાખ થવા પામે છે જ્યારે 10 લાખની ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરીને પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા પોલિસની ટીમ દ્વારા બહાદુરી પૂર્વક પોશડોડાનો જથ્થો પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!