32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લાના નવા SP સામે ટ્રાફિક, દારૂના દૂષણ જેવા પડકારો, પોલિસ અને...

અરવલ્લી જિલ્લાના નવા SP સામે ટ્રાફિક, દારૂના દૂષણ જેવા પડકારો, પોલિસ અને બુટલેગરોની જુગલબંદી તૂટશે કે ગાઢ થશે ?

0
168

જય અમીન / અંકિત ચૌહાણ
રાજ્યમાં થોડા દિવસ પહેલા 100 થી વધારે આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના આદેશ થયા હતા, જેમાં મોટાભાગના જિલ્લાના પોલિસ વડાની બદલી તેમજ એ.એસ.પી. કક્ષાના અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. દરેક જિલ્લામાં પોલિસ વડા માટે કોઈક ને કોઈક પડકારો તો હશે જ, તેમાં કોઈ બે મત નથી. આવા જ પડકારો અરવલ્લી જિલ્લામાં નવા પોલિસ વડા માટે હશે, તે વાત ચોક્કસ છે. અરવલ્લી જિલ્લો આંતરરાજ્ય સીમા સાથે જોડાયેલો હોવાથી, છાશવારે બુટલેગર અને પોલિસની ભાઈબંધી સામે આવતી હોય છે અને તેને કારણે દારૂની લાઈને અછી થવાની બદલ લાંબી થાય છે. આ સાથે જ બાતમીદારો અને પોલિસની જુગલબંધીને કારણે બાતમીદારો તેમના વિસ્તારોમાં પોલિસ હોય, તેવા રોફ જમાવતા હોવાની પણ બૂમો પડવા લાગી છે, તે પણ એક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ છે.

અરવલ્લી જિલ્લાના નવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ ંસંભાળતા જ ક્રાઈમ રેશિયો ઘટે, તે માટે વાત કરી હતી. સાથે જ દારૂના દૂષણ મામલે તેમણે સરકારના અભિગમ પર કામ કરશે, તેવી પણ બાંયધરી આપી છે. જોકે અરવલ્લી જિલ્લામાં દારૂને લઇને કાંડ થવા, દારૂની ફેરાફેરી સતત થવી, દારૂનું વેચાણ થવું, તે બધુ ભૂતકાળમાં જોવા મળ્યું છે અને વર્તમાનમાં પણ આ ચાલે છે, તેમાં કોઈ બેમત નથી.

પોલિસ સ્ટેશનમાં ફરિયાદી સાથે યોગ્ય વાતચીત ન કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો સતત ઉઠવા પામતી હોય છે. ભોગ બનનાર વ્યક્તિને પોલિસ પાસે એક અપેક્ષા હોય છે કે, તેને આરોપીથી રક્ષણ મળે અને ન્યાય મળે, તે માટે પોલિસ સ્ટેશનના પગથિયા, છેલ્લી આશાએ ચઢતો હોય છે, પણ કેટલીકવાર ફરિયાદ ન નોંધવી અને ફરિયાદી સાથે યોગ્ય વર્તન ન થતાં હોવાની પણ બૂમો ભૂતકાળમાં ઉઠવા પામી છે, જેમાં સુધારો થાય, તે પણ જરૂરી છે.

નવા પોલિસ વડા માટે કેટલાક પડકારો
મોડાસામાં નવીન સિગ્નલ લગાવ્યા છતાં ટ્રાફિક નિમયન માટે વ્યવસ્થા કરવી
તાલિમબદ્ધ ટ્રાફિક પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રાફિક ઝોન પર તૈનાત કરવા
રાજસ્થાનથી ગુજરાતમાં ગુસાડવામાં આવતા દારૂ પર રોક લગાવવી
પોલિસ અને બુટલેગરોની જુગલબંદી તોડવી
પોલિસને વિશ્વાસમાં લઇને ખોટા કામ કરતા લોકોને ઓળખવા
રોફ જમાવતા બાતમીદારો પર લગામ
બેફામ બાઈકર્સ પર બ્રેક લગાવવી
પોલિસ સ્ટેશનમાં ફરિયાદીને યોગ્ય રીતે સાંભળવા માટે વ્યવસ્થા કરવી
પોલિસ અધિકારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે

મોડાસા અને ભિલોડા પંથકમાં બાઈકર્સ નો ત્રાસ સતત રહે છે, મોટા અવાજે હોર્ન વગાડવા, મોટા અવાજ થતાં હોય તેવી બાઈક અને બુલેટ લઇને ફરવું, વીઆઈપી ગાડીઓ પર બ્લેક ફિલ્મ દૂર ન થવી, આવી-નાની મોટી બાબતો ઘણી જ છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ સાથે જ મોડાસા નગર પાલિકા દ્વારા ટ્રાફિકના નિયમન માટે સિગ્નલ લગાવી આપવામાં આવ્યા છે, જોકે તાલિમબદ્ધ ટ્રાફિક પોલિસના અભાવે, લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાના નવા પોલિસ વડા પાસે જિલ્લાવાસીઓને સહકારની અપેક્ષાની સાથે પોલિસ વડા ફરિયાદીનો અવાજ ન દબાય, તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. હવે જોવું રહ્યું કે, અરવલ્લી જિલ્લામાંથી દારૂની હેરાફેરી પર કેવી રીતે લગામ લાગે છે અને નાની પણ મોટી બાબતે નું નિરાકરણ ક્યારે અને કેમ થશે, તે સમય બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!