29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા કહ્યું, પ્રોહિબિશન મામલે સરકારના અભિગમ મુજબ...

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા કહ્યું, પ્રોહિબિશન મામલે સરકારના અભિગમ મુજબ કામ કરાશે

0
175

અરવલ્લી જિલ્લાના નવા પોલસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે.ચાર્જ સંભાળતા જ તેમણે કહ્યું કે, પ્રોહિબિશન મામલે સરકારની નીતિ મુજબ કામ કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ક્રાઈમ કંટ્રોલ માટે કામગીરી કરાશે, આ માટે તેઓ જિલ્લાનો રીવ્યું મેળવશે. આગામી દિવસોમાં તેઓ લોકો સાથે બેઠક યોજી,, તેમના પ્રતિભાવો પણ લેશે.

આ પહેલા યાત્રાધામ શામળાજી ખાતે દર્શને ગયા હતા, જ્યાં શામળિયા ભગવાની પૂજા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પોલિસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શામળાજી થી તેઓ મોડાસા એસ.પી.કચેરી ખાતે પહોંચ્યા હતા.. એસ.પી. કચેરી ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ નવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો હતો.

અરવલ્લી જિલ્લાના નવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા જ જિલ્લાન પોલિસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જિલ્લાનો તાગ મેળવ્યો હતો. આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લા પોલિસમાં મોટા ફેરબદલ થાય,તેવા પણ સંકેતો મળી રહ્યા છે. પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!