37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા’ માં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે,...

‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા’ માં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે, રાજ્ય સરકાર આપશે 5 લાખના રોકડ પુરસ્કાર

0
167

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગણેશ પંડાલ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકએ આજે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લીના ગણેશ પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.

ફોર્મ ડાઉનલોડ કરવા ક્લિક કરો –   ganesh pandal form

અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેક્ટરએ કહ્યું હતું કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર – દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓ અપનાવો જેવી થીમ, પંડાલ સ્થળની પસંદગી, સામાજિક સંદેશ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ. ૫ (પાંચ) લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂ. ૧.૫૦ લાખના પુરસ્કાર આપવામાં આવશે. તેમજ પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ. ૧ લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, જિલ્લા સેવા સદન, મોડાસા ખાતેથી મેળવી તારીખ ૨૮-૦૮-૨૦૨૫ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!