38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ ના આક્ષેપો સાથે અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ

ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ ના આક્ષેપો સાથે અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ

0
76
Oplus_0

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસા ચાર રસ્તા ખાતે વોટચોરી મુદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ કરી લોકશાહી ના મૂળભૂત સિદ્ધાંતો સાથે છેડછાડ કરવામાં આવે છે. મતદાર યાદીમાં ખામીઓ, બોગસ એન્ટ્રીઓ તેમજ સત્તાનો દુરુપયોગ કરી પ્રજાના હક્કનું હનન કરવામાં આવી રહ્યું છે.
આ અન્યાય સામે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો તથા નાગરિકોએ એકજ મંચ પરથી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો તથા મહિલા, યુવા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ કહી રહી છે કે, લોકશાહી અને મતાધિકારની રક્ષા માટે લડત ચાલુ રહેશે અને પ્રજાના હકો સાથે છેડછાડ સહન કરવામાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!