38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Weather Update: ગુજરાતમાં 16 જિલ્લામાં ભારે, 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Weather Update: ગુજરાતમાં 16 જિલ્લામાં ભારે, 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

0
76
File

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. અત્યારે મોનસૂન ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન, લો-પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદની તીવ્રતા વધે તેવી આગાહી આપવામાં આવી છે.

આજે રવિવારે 24મી તારીખ માટે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યના અમુક જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, આજે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 24થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. જેમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!