37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: ઈલેક્ટ્રીક પંખાની આડમાં ગુજરાત લવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી શામળાજી...

અરવલ્લી: ઈલેક્ટ્રીક પંખાની આડમાં ગુજરાત લવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી શામળાજી પોલિસ, દારૂ ક્યાં લઈ જવાતો હતો ?

0
129

બુટલેગરો દારૂની હેરાફેરી માટે રઘવાયા બન્યા છે, જોકે પોલિસે બુટલેગરો ના માસ્ટર પ્લાન પર અરવલ્લીની શામળાજી પોલીસે પાણી ફેરવી દીધું છે. અણસોલ ચેક પોસ્ટ નજીક ઇલેક્ટ્રીક પંખાઓના સામાનની આડમાં લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 25 લાખનો દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા ના નવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલિસની ટીમ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા વિશેષ સૂચનો કર્યા હતા, જેને લઇને શામળાજી પોલિસની ટીમએ શામળાજીની અણસોલ ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. શામળાજી પોલિસ સ્ટેશનના પી.આઈ. કે.ડી.ડીંડોર તેમજ તેમની ટીમ અણસોલ પોલીસ ચેક પોસ્ટ પેટ્રોલિંહ અને વાહન ચેકિંહમાં હતી ત્યારે પી.આઈ. કે.ડી.ડીંડોરને ચોક્કસ બાતમી મળી હતી કે, ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક કન્ટેનર ગાડી નંબર RJ-30-GA-3231 માં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં પહોંચાડવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલિસને ચકમો આપવા માટે દારૂનો જથ્થો ઇલેકટ્રીક સામાનની આડમાં મુકાયો છે, અને અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશ થવાનો છે.

શામળાજી પોલિસની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. પોલિસે બાતમી આધારે ટ્રક કન્ટેનર ની ગાડી RJ-30-GA-3231 આવતા, બેરીકેટીંગની આડાશ કરાવી રોકી, તપાસ કરવામાં આવી હતી. ટ્રકનો ચાલકને પૂછતાં તેનું નામ ભુરસિંહ સ/ઓ જવાહરસિંહ આસુસિંહ જાતે રાવત ઉ.વ.40 ધંધો-ડ્રાઇવીંગ રહે.ખલીયા (ગોમો કા બાડીયા) તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન થાના-કરેડાનો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પોલિસે પૂછ્યું કે, ટ્રકગાડીમાં શું ભર્યું છે, તેના જવાબમાં ટ્રક ચાલકે જણાવ્યું કે, ટ્રક માં ઇલેકટ્રીક પંખાનો સામાન ભરેલ છે, જેને મુંબઇ ખાતે લઇ જવાય છે.

પોલિસ પાસે ચોક્કસ બાતમી હતી, જેને લઇને ટ્રકની પાછળનો સીલ કરેલ દરવાજો તોડી ટ્રેકમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ઇલેકટ્રીક પંખાનો નાના-મોટા ખાખી બોકસ ભરેલ હતા. આ સાથે જ ખાખી બોકસોના ઉપરના ભાગે સફેદ રંગની મીણીયાની થેલીઓના કાર્ટુન બનાવી ભરેલા હતા, જેને ખોલીને તપાસ કરતા, બુટલેગરોનો ભાંડો ફૂટી ગયો હતો. પોલિસે કાર્ટુનમાં જોતા તેમાં થેલીઓ હતી, અને તેમાંથી વિદેશી દારૂની 225 પેટી, જેમાં કુલ 6084 બોટલ પકડી પાડી હતી. પોલિસે તપાસ કરતા કુલ 25,66,080 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, ગાડીમાં ભરેલા ઈલેક્ટ્રીક પંખા, ટ્રક મળીને કુલ 93,03,913/- રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલિસે ટ્રક ચાલક (1) ભુરસિંહ સ/ઓ જવાહરસિંહ આસુસિંહ જાતે રાવત ઉ.વ.૪૦ ધંધો-ડ્રાઇવીગ રહે.ખલીયા (ગોમો કા બાડીયા) તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન થાના-કરેડા ને ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!