37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા સેવાસદન માં મોડા આવવાની નેમ! આઉટસોર્સિંગ કર્મી સમયસર આવે, ને…...

અરવલ્લી જિલ્લા સેવાસદન માં મોડા આવવાની નેમ! આઉટસોર્સિંગ કર્મી સમયસર આવે, ને… સરકારી બાબુ…

0
104

અરવલ્લી જિલ્લામાં વધારે પગાર લે, તે સમયસર આવે ઊંચો પગાર લે, તે મોડા આવે
આઉટસોર્સિંગ કર્મચારીઓ ને વહેલા બોલાવવા અને સરકારી બાબુઓ મનમાં આવે ત્યારે ઓફિસ પહોંચે
ખાનગી કંપનીઓમાં બાયોમેટ્રિક સિસ્ટમ હોય છે તો સરકારી કચેરીઓમાં કેમ નહીં?
કલેકટર કચેરી ની આસપાસની એક ઉચ્ચ અધિકારીની કચેરી માં આવી લાલિયાવાડી જોવા મળી

અરવલ્લી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં સરકારી અધિકારીઓને કર્મચારીઓને આવવાનો અને જવાનો સમય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ઓફિસ નો ટાઈમ સવારે 10:30 થી સાંજે 6.10 વાગ્યા સુધીનો છે જોકે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ 11 વાગ્યા સુધી પહોંચતા નથી અને સાંજે જવાના ટાઈમે 5.00 વાગ્યાથી 5.30 કલાકમાં જવા માટે તૈયાર થઈ જતા હોય છે. થોડા દિવસ અગાઉ ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે રિયાલિટી ચેક કરતાં મામલતદાર કચેરીમાં લાલિયા વાડી જોવા મળી હતી અને કર્મચારીઓ મોડા આવ્યા હતા. આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લાના અલગ અલગ સરકારી વિભાગોમાં જોવા મળી રહી છે ખાસ કરીને તેવા વિભાગો જ્યાં અરજદારોનો ધસારો ઓછો હોય છે આવી કચેરીઓમાં લાલિયાવાડી જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લા ની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓને કર્મચારીઓ ચોમાસામાં વરસાદનું બહાનું બતાવે છે, ઉનાળામાં ગરમીનું અને શિયાળામાં ઠંડીનું બહાનું બતાવીને મોડા આવવું તે રોજનું બની ગયું છે. અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે આ બાબતે ગંભીરતા દાખવી જોઈએ. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત કરવી જોઈએ, અને મોડા આવતા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે ખુલાસો માંગી નોટિસ આપવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!