હંમેશા ચર્ચાઓમાં રહેતા અને પોતાની અલગ છવી અને ઓળખ ધરાવતા યુવા આઈપીએસ અધિકારીએ એવા સફીન હસન હવે રાજસ્થાન સીમા સાથે જોડાયેલા મહિસાગર જિલ્લાના પોલિસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો છે. ઘણાં સમયથી એક એવા સારા પોલિસ અધિકારી મહિસાગર જિલ્લામાં આવે, તેવી લોકમાંગ હતી, ત્યારે હવે મહિસાગર જિલ્લામાં યુવાઓને યોગ્ય પથ બતાવે અને લોકો માટે પ્રેરણસ્ત્રોત બની રહે, તેવા આઈ.પી.એસ અધિકારી સફીન હસ, મહિસાગર જિલ્લામાં આવી ગયા છે. મહિસાગર પોલિસ વડા કચેરી ખાતે, તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથે જ જિલ્લાના વિવિધ પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓનો પરિચય પણ કરાવાયો હતો. ત્યારબાદ તેમણે પોલિસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
UPSC જેવી કઠિન પરીક્ષાની તૈયારી દરમ્યાન સફિનહસન જીવનના અનેક વળાંકોમાંથી પસાર થયા હતા પરીક્ષા આપવા જતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છતાં અડગ મનોબળથી પેપર આપ્યું હતું. ઈન્ટરવ્યૂ પહેલા એક મહિનો હોસ્પિટલમાં રહ્યા છતા આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં પરિણામ સ્વરૂપ 22 વર્ષન ઉમરે પ્રથમ જ પ્રવત્નમાં UPSCમાં 520મો ક્રમે મેળળ્યો અને ઈન્ટરવ્યુમાં દ્વિતીય ક્રમે ઇતિહાસ રચ્યો. આ સાબિત કરે છે. પરિસ્થિતિ નહીં, નિર્ણય જ મનુષ્યને ઊંચે પહોંચાડે છે.
સફિન હસનનો મંત્ર સ્પષ્ટ છે દિવસના 14-15 કલાક અભ્યાસ, આવોજ નબહ પ્રયત્ન અને ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ આ જ સફળતાની ચાવી છે.” પુસ્તકો એમના મિત્ર બન્યા, મહેનત એમનો સાથી વચ્ચે કંટાળો આવે તો સંગીન, બગીચામાં ફરવું કે નાની વાતચીત જ તેમને નવી ઉજા આપત્તિ આવી છે.
UPSCનું ઇન્ટરવ્યૂ માત્ર જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિત્વની કસોટી છે. સફિન હસનના વ્યક્તિત્વમાં પ્રામાણિકતા, સંતુલન અને સેવા ઝળહળે છે. ધારદાર જવાબોથી તેમણે સાચો અવિકારી છે, જે દરેક સમાજને સમાન ર્હદય થી સ્વીકારી શકે છે
સફન હસને સાબિત કર્યું કે સફળતા માટે ભાષા અવરોધ નથી. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી પણ અખૂટ મહેનત અને આત્મવિશ્વાસથી દેશના ઉચ્ચ હોદા સુધી પહોંચી શકે છે તેમની વાણી જ અટકાવનાર કોઈ નથી. સામાન્ય વિદ્યાર્થી પણ પોતાની મહેનતથી માર્ગદર્શક છે ટેલેન્ટ અને મહેનત હોય તો તમને અસામાન્ય ઊંચાઈ હાંસલ કરી શકે છે.”
માતા પિતાની પ્રેરણા સહિન હસને અનેકવાર કહે છે કે માતાએ પ્રામાણિક્તા અને સ્વચ્છ વનની શીખ આપી છે પિતાએ સેવા ભાવ અને શ્રમનું મહત્વ સમજાવ્યું છે. તેમનો જીવનમંત્ર સીધો છેઃ “પોતાની જાત સાથે પ્રામાણિક રતો, દુનિયા આપમેળ તમારી સાથે પ્રામાણિક બનશે.”
IPS સફીન હસનની શૈક્ષણિક કારકિર્દી
સફિન હસનને પ્રાથમિક અભ્યાસ પોતાના ગામમાં આવેલી સરકારી શાળામાં કર્યા હતો.ત્યાર બાદ તેઓએ ઈજનેરી B.Tech in Electronics & ટઓફ ટેકનોલોજી (SVNIT) માં પ્રવેશ લીધો. ઈજનેરી કરતી વખતે જ તેમને UPSC તરફ પ્રેરણા મળી હતી. યુપીએસસીની (UPBC) સાદ સાહિને UPSC માટે તૈયારી શરૂ કરી ત્યારે ગામના લોકોએ, સબંધીઓએ, અને ઘણા સજ્જન લોકોએ તેમની ફી ભરવામાં મદદ કરી હતી.તૈયારી દરમિયાન એકવાર તેઓ અકસ્માતમાં ગંભીર રીતે થાયલ થયા હતા, પણ હિંમત હાર્યા વગર પરીક્ષા આપી. ૨૦૧૮માં તેમણે L.PSC પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી, અને AIR 570 મેળવ્યો. માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેઓ IPS બન્યા – ભારતના સૌથી યુવા IPS અધિકારી.
મહિસાગર જિલ્લાની સમસ્યાઓ અને પડકારો
મહિસાગર જિલ્લો એ રાજસ્થાન ની સીમા સાથે જોડાયેલ હોવાથી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. નજીકના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ આજ પ્રકારની સ્થિતિને કારણે અનેક પ્રશ્નો ઊભા થતાં હોય છે. જ્યારે અરવલ્લી કે સાબરકાંઠા જિલ્લામાં કડકથી કામ ચાલે ત્યારે મહિસાગરની બોર્ડરનો ઉપોયગ થાય અને કેટલીકવાર મહિસાગર જિલ્લામાં કડકાઈનો અમલ થાય ત્યારે અરવલ્લી જિલ્લાનો ઉપયોગ થયો છે. રાજસ્થાન સીમાઓ પર કડક અને પ્રહિબિશન મામલે ચુસ્ત કાર્યવાહી કરવામાં આવે, તો બુટલેગરો ગાડી તો શું એક બોટલ પણ ગુજરાતમાં ઘુસાડી શકે નહીં. પણ… કેટલીકવાર પોલિસ અને બુટલેગરોની જુગલબંધી રાજ્યના વિવિધ જગ્યાએથી કિસ્સાઓ સામે આવતા હોય છે, જે એક ચિંતાનો વિષય છે.
