27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : માલપુર નજીક અકસ્માત સર્જી બે પદયાત્રીઓને મોત ને ઘાટ ઉતારનાર...

અરવલ્લી : માલપુર નજીક અકસ્માત સર્જી બે પદયાત્રીઓને મોત ને ઘાટ ઉતારનાર ફરાર ટ્રક ચાલકને પોલીસે દબોચી લીધો

0
127

માલપુર પોલીસે અકસ્માત સ્થળેથી ટ્રકનો તૂટેલો પાર્ટ,cctv ફુટેજ અને ફાસ્ટેગ ડેટાના આધારે ગણતરીના કલાકોમાં ટ્રક ડ્રાઈવરને દબોચી લીધો

દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શને જઈ રહ્યા હતા. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માતના પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં ટ્રક ચાલકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માલપુર પીઆઈ કિરણ દરજી અને તેમની ટીમે માલપુર નજીક અંબાજી જતા પદયાત્રી સંઘના ત્રણ પદયાત્રીઓને પાછળ થી ટક્કર મારતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજાવી ફરાર અજાણ્યા ટ્રક ચાલક મોહમ્મદ આકિબ અહમદભાઈ રાજે (રહે,ઝહીરાબાદ સવગઢ,હિંમતનગર,સાં.કાં) ને અકસ્માત સ્થળેથી ટ્રકનો તૂટેલો પાર્ટ,અકસ્માત સ્થળથી માલપુર સુધી રોડ પર આવેલ હોટલ, પેટ્રોલપંપ,દુકાનો અને ટોલપ્લાઝાના સીસીટીવી ફુટેજ અને ફાસ્ટેગ ડેટાની ઝીણવટભરી તપાસ હાથધરી આધારે ગણતરીના કલાકોમાં ટ્રક ડ્રાઈવરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!