27.2 C
Gujarat
Sunday, August 2, 2026
Home HeadLines અરવલ્લી: જીભ પર ખાટિયું મુકીને મોડાસા નગર પાલિકાના વિકાસલક્ષી કાર્યોની પ્રસંશા કરતા...

અરવલ્લી: જીભ પર ખાટિયું મુકીને મોડાસા નગર પાલિકાના વિકાસલક્ષી કાર્યોની પ્રસંશા કરતા લોકો, પાલિકાના આંગણે વરસાદી પાણી

0
136

અરવલ્લીના મોડાસા માં બપોરના અરસામાં ધોધમાર વસાદી માહોલ જામ્યો હતો. અચાનક ભારે વરસાદ થતાં, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.. મોડાસા નગર પાલિકાના વિસ્તારમાં આ વર્ષે પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતુ, જોકે આ પાણી કેમ ભરાવાની શરૂઆત થઈ છે, તે તો પાલિકા તંત્ર જ કહી શકે,,એટલું જ નહી મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ નજીક, પણ દરવર્ષની જેમ પાણી ભરાઈ જવાનુ પુનરાવર્તન જોવા મળી રહ્યુ છે.આ સાથે જ મોડાસા બાયપાસ રોડ પર સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા, વાહન ચાલકો, તેમજ અંબાજી જતાં પદયાત્રીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

મોડાસા નગરમાં પાણી ભરાવાનું બંધ થશે કે, નહીં તે કહેવું મુશ્કેલ છે, પણ એકવાત ચોક્કસ છે કે, જે રીતે રોડ, ગટર અને અન્ય કહેવાતી વિકાસલક્ષી કામગીરી થઈ રહી છે, જેને લઇને પાણી ભરાઈ જાય છે, તે વાત ચોક્કસ છે. મોડાસા નગર પાલિકાની વિકાસલક્ષી જબરજસ્ત કામગીરીને લોકો, લાલ આંખે, મોઢામાં ખાટિયું મુકીને પ્રસંશા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!