27.2 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત National Sport Day : અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે DLSS ગ્રાઉન્ડ ખાતે...

National Sport Day : અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે DLSS ગ્રાઉન્ડ ખાતે હોકીનો પ્રારંભ કરાવ્યો

0
252

જય અમીન/અંકિત ચૌહાણ
દર વર્ષે 29 ઑગસ્ટે ભારતભરમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં પણ અલગ અલગ વિસ્તારોમાં રમત-ગમત વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ ડે ઉજવણી કરવામાં આવી. મોડાસા ડીએલએસએસ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ટેબલ ટેનિસ કોર્ટ ખાતે સ્પોર્ટ ડે નિમિત્તે ઉપસ્થિત રહીને, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ રમતોની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ત્યારબાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરે હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની શરૂઆત કરાવી હતી.

નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ અને જે.બી.શાહ ઈગ્લિશ મીડિયમ સ્કૂલ વચ્ચે હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ટોસ કરીને રમતની શરૂઆત કરાવી હતી. આ સાથે જ રમતવીરોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. મોડાસા ખાતે આયોજિત કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકા ચીફ ઓફિસર ભદ્રશ પટેલ, રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા, સ્પોર્ટ કોચ સહિત સ્પોર્ટ ટ્રેનર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વપ્રસિદ્ધ “હોકીના જાદુગર” તરીકે ઓળખાતા ધ્યાનચંદનો જન્મ 1905માં અલ્હાબાદ (હાલના પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ) ખાતે થયો હતો. ધ્યાનચંદે પોતાના અદ્ભુત કૌશલ્યથી ભારતનું નામ વિશ્વભરમાં ઊંચું કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય હોકી ટીમે 1928ના એમ્સ્ટરડેમ, 1932ના લોસ એન્જલેસ અને 1936ના બર્લિન ઓલિમ્પિકમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે 400થી વધુ ગોલ કર્યા હોવાનું માનવામાં આવે છે, જે એક અદભુત સિદ્ધિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!