27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગોધરા અને શહેરામાં દુંદાળા દેવની ભાવભરી...

પંચમહાલ: પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગોધરા અને શહેરામાં દુંદાળા દેવની ભાવભરી વિદાય

0
130

ગોધરા,

પંચમહાલ જીલ્લાના ગોધરા નગર અને શહેરાનગરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતું. પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ નગરવાસીઓએ ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી હતી. ગોધરા શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશ પ્રતિમાનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. વિસર્જનને લઈને તંત્ર દ્વારા ખાસ ક્રેનોની રાખવામા આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ,એસઆરપી સહિત સુરક્ષા જવાનોનો પહેરો રાખવામા આવ્યો હતો.


પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવનુ વિસર્જન કરવામા આવ્યુ હતું. ગોધરા શહેરમા આવેલા વિવિધ જગ્યાઓ જેમકે પોલીસ લાઈન, નગરપાલિકા રોડ વિસ્તાર,સોનીવાડ,ભુરાવાવ, બામરોલી રોડ સહિતના વિસ્તારોમાં કલાત્મક વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામા આવી હતી. ભાવિકો દ્વારા પાંચ પાંચ દિવસ પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી શુભ મુહુર્તના સમયે ગણેશ વિસર્જન યાત્રાની શરુઆત થઈ હતી.જે પંરપરાગત રુટ મુજબ મોચીવાડ, પટેલવાડા,રાણી મસ્જિદ પોલીસ ચોકીનં-7, મંજુબા ધર્મશાળા,પીપટુકર ચોક,ગણેશ મંદિર,રણછોડ મંદિર થઈ ગોધરા શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવ ખાતે પહોચી હતી. આ વિસર્જન યાત્રામા મોટી સંખ્યામા ગણેશ મડંળો જોડાયા હતા. ભાવિકો ડીજેના તાલે નાચતા નજરે પડ્યા હતા.વિવિધ ગણેશ મુર્તિઓ ભારે આકર્ષણનૂ કેન્દ્ર બની હતી.

ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તુ જલદી આના ના ગગનભેદી નારા લાગ્યા હતા,વિસર્જન યાત્રામા ગોધરા શહેરવાસીઓ મોટી સંખ્યામા જોડાયા હતા . ગોધરા નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને રામસાગર તળાવ ખાતે ખાસ પોઈન્ટ ઉભા કરવામા આવ્યા હતા. જેમા ત્રણ ક્રેન અને 60 જેટલા તરવૈયા ની મદદથી ગણેશજીની મુર્તિઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ.નાની મુર્તિઓનુ પણ વિસર્જન કરવામા આવ્યુ હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા પોલીસ દ્વારા સીસીટીવી ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામા આવી હતી. આઇજીપી,ડીએસપી અને ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ, આ ઉપરાંત હોમગાર્ડ/જીઆરડી, 5 એસઆરપી કંપની અને 1 આરએએફ કંપની પણ તૈનાત રહી હતી.

શહેરાનગરમા પણ ગણેશ વિસર્જન
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા પણ ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતુ.શહેરાનગરમા વિવિધ પંડાલોમાં ગણેશજીનીાસ્થાપના કરવામા આવી હતી.આજે બપોરે વિસર્જન યાત્રા નીકળી હતી.શહેરાના મૂખ્યબજાર,હાલોલ-શામળાજી રોડા,સ્ટેશન વિસ્તાર થઈ નગરપાલિકા પાસે આવેલા તળાવ ખાતે પહોચી હતી.ત્યા ગણેશ વિસર્જન કરવામા આવ્યુ હતૂ.ડીજેના તાલે ભાવિકો નાચતા જોવા મળ્યા હતા.શહેરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાખ વામા આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!