27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines પંચમહાલ : ગોધરા શહેરમાં ફૂટ માર્ચ સમયે આખલાનો આતંક, જૂની પોસ્ટ ઓફીસ...

પંચમહાલ : ગોધરા શહેરમાં ફૂટ માર્ચ સમયે આખલાનો આતંક, જૂની પોસ્ટ ઓફીસ વિસ્તારમાં આખલાએ પોલીસ ટીમને ભાગવા ફરજ પાડી

0
114

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જૂની પોસ્ટ ઓફીસ વિસ્તારમાં આખલાએ ભારે આતંક મચાવ્યો છે. પોલીસ વિભાગની ફુટાપેટ્રોલીંગમા હતી ત્યારે તે સમયે અચાનક આંખલાએ રોડ પર દોડધામ કરી મુકતા પોલીસ અધિકારીઓએ ભાગવાનો વખત આવ્યો હતો.

ગોધરા શહેરમાં આખલાનો આતંક, પોલીસને પણ ભાગવું પડ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી એક આખલાના આતંકનો ભોગ બની રહ્યો છે. રસ્તા પર સતત રખડતો આ આખલો લોકો માટે ખતરો બની ગયો છે. ગણેશ વિસર્જનને પગલે પંચમહાલ પોલિસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ રહી હતી, એ સમયે અચાનક આખલો રોડ પર દોડધામ મચાવતો આવતા લોકોએ જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓએ પણ બચવા ભાગદોડ કરવી પડી હતી.

પોલીસ અધિકારીઓને પણ કર્યો હુમલો કરવાનો પ્રયત્ન
સામાન્ય રીતે નાગરિકોને ત્રાસ આપતો આ આખલો ફૂટ માર્ચ દરમ્યાન પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયત્ન કરી બેઠો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આખલો હુમલો કરવા દોડ્યો હતો, જેના કારણે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક પાછળ હઠી પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાએ સ્થળ પર હંગામાનો માહોલ સર્જી દીધો હતો.

નાગરિકોમાં ભય, વેપારીઓની માગ
આ આખલો પાછલા કેટલાય દિવસોથી જૂની પોસ્ટ ઓફિસ વિસ્તાર અને આસપાસના રસ્તાઓ પર ભારે આતંક મચાવી રહ્યો છે. વેપારીઓ તથા નાગરિકો રોજિંદા જીવનમાં અસહજતા અનુભવતા હોવાનું જણાઈ રહ્યું છે. ઘણીવાર લોકો રસ્તા પરથી પસાર થવામાં પણ ગભરાટ અનુભવતા જોવા મળે છે.

આખલાને પકડી ઢોર ડબ્બામાં મુકવાની માગ
સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ તંત્રને માંગણી કરી છે કે આ આખલાને તાત્કાલિક પકડી ઢોર ડબ્બામાં મુકવામાં આવે. નાગરિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા આખલાનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!