32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં યાજાશે જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, રોજગારી મોટો પ્રશ્ન,...

અરવલ્લી જિલ્લામાં યાજાશે જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, રોજગારી મોટો પ્રશ્ન, શીણાવાડ GIDC નું કામ અધ્ધરતાલ !!

0
212

અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સીમા સાથે જોડાયેલ જિલ્લો છે. 15/08/2013 ના રોજ સાબકાંઠા જિલ્લામાંથી છૂટા પડી નવા જિલ્લા સ્વરૂપે અરવલ્લી જિલ્લાની રચના થઈ, જોકે આટલા વર્ષો વિતવા છતાં, હજુ મોડાસા તાલુકાના શીણાવાડ ગામે જીઆઈડીસી વિકાસની રાહ ઝંખે છે. તો બીજી બાજુ જિલ્લામાં એવા મોટા ઉદ્યોગ, પ્રવાસ તેમજ સ્થાનિક લોકોને રોજગારી માટે કોઈ ખાસ એકમ નથી. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં વાઈબ્રન્જ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન આગામી 6 સપ્ટેમ્બર, 2025ના રોજ હોટલ નેશનલ, મોડાસા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લાના આર્થિક, ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે વિકાસની નવી તકો ખોલવા તેમજ રોકાણને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અરવલ્લી જિલ્લો પોતાની કૃષિ, ઔદ્યોગિક અને પર્યટન સંભાવનાઓ સાથે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવા સજ્જ છે.

આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રોકાણકારો માટે પ્રેરણાદાયી ઉદ્દબોધન આપશે, જ્યારે પર્યટન વિભાગ દ્વારા જિલ્લાની પર્યટન સંભાવનાઓને ઉજાગર કરતું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ થશે. આ ઉપરાંત, જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજિત 300 કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર થશે, જેના દ્વારા 1000થી વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. આ એમઓયુ જિલ્લાની આર્થિક સમૃદ્ધિ અને રોજગારી સર્જનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

કાર્યક્રમના ભાગરૂપે ખેતીવાડી નિકાસ, એમએસએમઈ ક્ષેત્ર, બેન્કિંગ સુવિધાઓ અને સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારો ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને રોકાણકારોને સરકારી યોજનાઓ અને નવી તકોની માહિતી પૂરી પાડશે. આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી જિલ્લો રાજ્યના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન વધુ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યો છે.અરવલ્લી જિલ્લા કલેક્ટરે તમામ હિતધારકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!