27.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અરવલ્લી : ભુજ જવા માટે હવે મોડાસા થી AC પ્રીમિયમ સર્વિસ બસ...

અરવલ્લી : ભુજ જવા માટે હવે મોડાસા થી AC પ્રીમિયમ સર્વિસ બસ શરૂ

0
207

GSRTC ભુજ વોલ્વો વિભાગ દ્વારા લાંબા સમયથી મુસાફર જનતાની માંગ સ્વીકારી ભુજ મોડાસા એસી સ્લીપર બસ ચાલુ કરવામાં આવી છે આ બસ મોડાસા ડેપો થી સાંજે 6:30 કલાકે મોડાસા થી ભુજ જવા ઉપડશે જે વાયા ધનસુરા, વડાગામ, હરસોલ, દહેગામ અને વાયા અમદાવાદ, ધાગંધ્રા, હળવદ, માળીયા, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઇ ભુજ 5:15 વાગે પહોંચશે,અને ભુજ થી સાંજે ભુજ મોડાસા 9:00 કલાકે ઉપડશે જે મોડાસા સવારે 7:45 કલાકે પહોંચાડશે.
અરવલ્લી તેમજ આજુબાજુના વિસ્તાર ના મુસાફરો કચ્છ ભુજ જવામાં આરામદાયક મુસાફરી કરી શકે તે માટે પ્રજાના હિતમાં બસ ચાલુ કરવામાં આવી છે, તો મુસાફર જનતાને લાભ લેવા વિંનતી છે. ગાડી ચાલુ કરવા બદલ ડેપો મેનેજર શ્રી ચેતનભાઈ પટેલ સાહેબ, ATI સાહેબ, TRFIK કંટ્રોલર સાહેબ હાજર રહી ગાડી ચાલુ કરાવી હતી, અને ભુજ વિભાગ ને ગાડી ચાલુ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!