નેશનલ હાઈવે પર LCB ને શંકા જતાં કાર ચાલકની પૂછપરછ કરી, GJ31 ગાડી ખરેખર DL પાર્સિંગની !!!, ઝડપાયેલ ઈસમ સામે 3 ગુના
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર કેટલીયવાર ગેરકાયદે પ્રવૃત્તિઓનો પ્રર્દાફાશ કરવામાં આવતો હોય છે, ત્યારે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને, લટાર મારતા એક શખ્સને પોલિસે ઝડપી પાડ્યો છે. પોલિસે તપાસ કરતા GJ 31 પાર્સિંગની કાર DL 07 નિકળતા તપાસ હાથ ધરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા અરવલ્લી જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા ના સૂચનાથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રોહિબિશનની કામગીરી સપાટો બોલાવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરાફેરીને રોકવા માટે જરૂરી સૂચનો કર્યા હતા, ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં ગડાદર નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા ઈસને ઝડપી પાડ્યો છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એસ.પી.ગરાસીયા ની ખાસ ના માર્ગદશન પી.એસ.આઈ. સી.એમ. રાઠોડ તથા વી.જે.તોમર સહિત એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગડાદર નજીક એક સિલ્વર કલ૨ની મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ગાડીનં GJ-31-HN-3022 આવી રહી હતી. આ સમયે પોલિસને કાર શંકાસ્પદ લાગતાં ગાડી ચાલક મનીષકુમાર તારાચંદ સેવકાની ઉ.વ.24 રહે.માલાવાસ ભીલોડા તા.ભીલોડા જી.અરવલ્લી ને ગાડીની માલીકી અંગે સાધનિક કાગળો બાબતે પુછપરછ કરી હતી. કાર ચાલકે કોઇ સંતોષકારક જવાબ ન આપતા, આગળના ભાગે, ગાડીના આગળના ભાગે GJ-31-HN-3022 નંબરની નંબર પ્લેટ લગાડેલ હતી, જેનો એન્જીન અને ચેચીસનં આધારે તપાસ કરવામાં આવી હતી. પોલિસની પ્રાથમિક તપાસમાં ગાડીમાં લગાવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું. પોલિસે ગાડીનો અસલ આરટીઓ નંબર મેળવવા માટે પોકેટકોપ મારફતે તપાસ કરતા, ગાડીનો અસલ નંબર પ્લેટન DL-07-CH-9210 નો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલિસે મારૂતી સ્વીફટ ગાડીની કિ.રૂ.3,૦૦,૦૦૦/-ની ગણી કબજે કરી ચાલક વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહીતા-2023ની ક.336(2), 336 (3),340(2) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પકડેલ ઇસમનો પુર્વ ઇતિહાસ
પકડાયેલ ઇસમનો ઇતિહાસ જોતાં (૧) સાબરકાંઠા જીલ્લાના ગાંભોઈ પો.સ્ટે ગુરનં ૧૧૨૦૯૦૧૪૨૫૦૩૩૭/૨૫ પ્રોહિ કલમ.૬૫ એઇ મુજબ ગુન્હો તા. ૦૫/૬/૨૫ ના રોજ નોધાયેલ છે (૨) સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે ગુરનં ૧૧૨૦૯૦૫૬૨૫૦૭૨૪/૨૫ પ્રોહિ કલમ.૬૫ એઈ, ૮૧,૮૩ મુજબ ગુન્હો તા. ૦૪/૮/૨૫ ના રોજ નોધાયેલ છે તેમજ (૩) અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે ગુરનં ૧૧૧૮૮૦૦૩૨૫૦૫૫૯/૨૫ પ્રોહિ કલમ.૬૫ એઈ મુજબ ગુન્હો તા.૦૨/૮/૨૫ ના રોજ નોધાયેલ છે.
