38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: રતનપુર નજીકથી ફિલ્મી ઢબે દારૂની 2 ગાડીનો પીછો, ધનસુરા નજીક વિદેશી...

અરવલ્લી: રતનપુર નજીકથી ફિલ્મી ઢબે દારૂની 2 ગાડીનો પીછો, ધનસુરા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી LCB

0
152

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા અસરકારક રેઇડ કરી પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને અરવલ્લી એલ.સી.બી. ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન હદમાં મોટી કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી 2 જેટલી ગાડીઓમાં વિદેશા દારૂનો જથ્થો ભરીને ગુજરાત તરફ આવે છે, ચોક્કસ બાતમીના આધારે 2 ગાડી આવતા, રતનપુર નજીક ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કાર ચાલકે ઊભી નહીં રાખતા, પીછો કર્યો હતો.

એલ.સી.બી. પી.આઈ. એચ.પી. ગરાસીયાની આગેવાનીમાં પો.સબ.ઇન્સ્પેક્ટર સી.એમ. રાઠોડ, વી.જે. તોમર તથા ટીમના સભ્યો એ બંન્ને ગાડીનો પીછો કર્યો હતો, જે જીવણપુર થઈ ને  ધનસુરા તાલુકાના કરોલી ગામ નજીક પહોંચી હતી, જ્યાં નિલકંઠ હોટલ સામે ધનસુરાથી બાયડ તરફ જતા રોડ પર સફેદ કલરની મહિન્દ્રા SUV GJ.18.BB.6800 રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કાર ચાલક ગાડી મુકીને પલાયન થઈ ગયો હતો, જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 36 પેટી તથા 165 છુટી બોટલો સાથે, કુલ 1281 બોટલો મળી આવી હતી.

આ સાથે જ અન્ય ગાડી મારૂતિ સુઝુકી સીયાઝ કાર GJ.1.RP.3419 નો પીછો કરતા, પોલિસને જોઈને ભગાવી હતી, જોકે નજીકમાં પીકઅપ સ્ટેન્ડ નજીક કાર ચાલકે ટ્રકનં HR.67.D.1105 ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. પોલિસે કારમાં તપાસ કરતા, દારૂની 1 પેટી તથા 1247 છુટી બોટલો મળી આવી હતી. આ ગાડીમાંથી મોબાઇલ ફોન એક (કિંમત રૂ. 5,000/-) તથા ખોટી નંબર પ્લેટ HR.31.M.5949 પણ મળી આવી હતી, જે ઠગાઈના ઈરાદે વાપરવામાં આવી હોવાનું પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને ગાડીઓમાંથી મળીને કુલ 2576 બોટલો (કિંમત રૂ. 13,40,575/-), બે ગાડીઓ (કિંમત રૂ. 18,00,000/-) તથા મોબાઇલ સાથે કુલ રૂ. 31,45,575/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલ મુદ્દામાલ
(1) મહિન્દ્રા કંપનીની એકસ.યુ.વી.ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૧૨૮૧ જેની કિ.રૂ.૬,૯૯,૩૦૦/-નો પ્રોહી મુદ્દામાલ
(2) મહિન્દ્રા કંપનીની એકસ.યુ.વી.ગાડીની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(3) મારૂતી સુઝુકી સીયાઝ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૧૨૯૫ જેની કિ.રૂ.૬,૪૧, ૨૭૫/-નો પ્રોહી મુદ્દામાલ
(4) મારૂતી સુઝુકી સીયાઝ ગાડીની કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
વોન્ટેડ ઇસમો
(1) સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સીયાઝ ગાડીનં GJ.1.RP.3419 નો ચાલક નામઠામ જણાયેલ નથી
(2) સફેદ કલરની મહિન્દ્રા કંપનીની એકસ.યુ.વી. ગાડીનં GJ.18.BB.6800 નો ચાલક નામઠામ જણાયેલ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!