33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : સરકારી કાર્યક્રમમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને પ્રતિનિધિ તરીકે મોકલવાનો ટ્રેન્ડ !!!!, રજા...

અરવલ્લી : સરકારી કાર્યક્રમમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને પ્રતિનિધિ તરીકે મોકલવાનો ટ્રેન્ડ !!!!, રજા પર હોવ તો કોઈ ઈન્ચાર્જ જ નહીં ?

0
135

રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થાય છે, તે વાતમાં કોઈ બેમત નથી કારણ કે, પૂરતું મહેકમ ભરવામાં આવતું નથી અને આઉટસોર્સિંગ અને કરાર પર ભરત કરવામાં આવે છે. હવે તો હદ ત્યાં સુધી થવા લાગી છે કે, અધિકારીઓ સરકારી કાર્યક્રમમાં પહોંચતા નથી અને પ્રતિનિધિ તરીકે આઉટસોર્સિંગ કર્મચારીઓને મોકલી દે છે. આવું જ અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પહોંચતા હોય, પરંતુ કેટલાક વિભાગો એવા છે કે, તેઓ પોતે બહાર રહેતા હોય, એટલે ઓછા પગારદાર આઉટસર્સિંગ કર્મચારીને કામે મોકલી દેવાય છે.

અરવલ્લી જિલ્લામાં ઘણાં વિભાગોમાં આઉટસોર્સિંગ પર યુવાનો કામ કરતા હોય છે, પણ, અધિકારી કોઈ ધ્યાન ન આપે તો…!!! અરવલ્લી જિલ્લા જેવા સદનમાં એક વિભાગમાં આવું જ ચાલે છે, જેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓની ગેરહાજરી જોવા મળી અને માત્ર આઉટસોર્સિંગ કર્મચારી જોવા મળતા, અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો અધિકારીઓને રજા હોય, તો આઉટસોર્સિંગ કર્મચારીનો શું વાંક, કે, તેમને ફરજ પર હાજર રહેવા ફરમાન કરી દેવાય છે,, ? જો અધિકારી રજા પર હોય, તો ઈન્ચાર્જ અધિકારી કે કર્મચારી જ હોતા નથી કે શું ? રજા ના દિવસે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ઉચ્ચ અધિકારીઓ તેમને ઘણાં વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય તો, તમે કેમ મોટાભાગના કાર્યક્રમમાં આઉટસોર્સિંગ કર્મચારીને મોકલી દો છો? આવા સવાલો તો ચોક્કસથી ઉઠવાના…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!