38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Teacher’s Day : અરવલ્લી જિલ્લામાં Best Teacher અવોર્ડ સમારોહ, જિલ્લાના 8 શિક્ષકોને...

Teacher’s Day : અરવલ્લી જિલ્લામાં Best Teacher અવોર્ડ સમારોહ, જિલ્લાના 8 શિક્ષકોને સન્માનિત કરાયા

0
135

અંકિત ચૌહાણ/જય અમિન
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા મોડાસા આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.. કાર્યક્રમમાં ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. આ સાથે જ, કલેક્ટર પ્રશસ્તિ પારિક અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા પણ સમાજ અને દેશ માટે શિક્ષકોનું શું યોગદાન છે, તેના પર ભાર મુક્યો હતો.

મોડાસા ખાતે આવેલા આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉન્મેષકુમાર પટેલ, એમ.આર. શાહ હાઈસ્કૂલ, રમોસ, ડોક્ટર મનહરસિંહ એચ.પરમાર,બી.આર.સી.કોઓર્ડિનેટર માલપુર, હરેશકુમાર પ્રજાપતિ, રેલ્લાવાડા પ્રાથમિશાળા, નિરજકુમારી રાઠોડ, ગાબટ જૂથ પ્રાથમિક શાળા, ભાવનાબેન જોષી. બાઠીવાડા પ્રાથમિક શાળા, આનલબેન ઉપાધ્યાય, નાથાવાસ પ્રાથમિક શાળા, રોશનકુમાર પટેલ, મગોડી પ્રાથમિક શાળા અને પીયુષકુમાર પટેલ, ખેરંચા પ્રાથમિક શાળા સાથે આઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનવામાં આવ્યા હતા…જેમણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના માં સારા ગુણ પ્રાપ્ત કરતા, પ્રમાણપત્રો એનાયક કરાયા હતા.. શાળાનું વાતાવરણ, સ્વચ્છતા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને આર.એન.તન્ના પ્રેરણા વિદ્યાલય ભિલોડા અને એમ.પી.શાહ હાઈસ્કૂલ જીતપુરને શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પીસી બરંડા, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ, જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!