29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: શહેરા તાલુકા ખટકપુર (નવી વસાહત) ટાપુ ફળિયામાં રોડ નહીં હોવાથી હાલાકી

પંચમહાલ: શહેરા તાલુકા ખટકપુર (નવી વસાહત) ટાપુ ફળિયામાં રોડ નહીં હોવાથી હાલાકી

0
104

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર નવી વસાહતમા આવેલા ટાપુ ફળિયાના રહીશો પાછલા ઘણા વર્ષોથી રસ્તાની સમસ્યા છે. હાલમા ચોમાસાની સીઝનમા તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહેણાંક ફળિયાથી મુખ્ય રસ્તો બે થી ત્રણ કિલોમીટર દુર છે. ચોમાસામા કાદવ કીચડ જામે છે. વધુમા આરોગ્ય લક્ષી સમસ્યા હોય ત્યારે મોટી સમસ્યા ઉભી છે. કોઈ સિનિયર સિટીજન બિમાર હોય ત્યારે તેને ઉચકીને લાવાની નોબત આવી છે. આ રસ્તા મામલે ગ્રામસભામા ઠરાવ તો થાય છે પણ તેનુ કોઈ નિરાકરણ આવતુ નથી. આ મામલે તંત્ર દ્વારા જલદી રસ્તો બનાવી આપવામા આવે તેની મીંટ માડીને રહીશો બેઠા છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા ખટકપુર નવી વસાહતના રહેવાસીઓ રોડ બનાવાની માંગ કરી રહ્યા છે. ખટકપુર નવી વસાહતમા ટાપુ ફળિયુ આવેલુ છે. અહી 60 જેટલા ઘરની વસ્તી છે.1990ની સાલથી અહી લોકો વસવાટ કરી રહ્યા છે. ટાપુ ફળિયાથી મુખ્ય રોડ સુધી જોડતો રોડ કાચો અને બિસ્માર છે.જેના કારણે પારાવાર હાલાકીનો સામનો સ્થાનિક રહેવાસીઓને કરવો પડી રહયો છે. 2022ની સાલમાં ગ્રામ પંચાયતની સભામા રસ્તા માટે ઠરાવ કરવામા આવ્યો હતો, પણ આજ દિન સુધી કોઈ કામ થયુ નથી તેમ સ્થાનિકોનુ જણાવુ છે. થોડા દિવસ પહેલા તો એક વૃધ્ધ માણસ બિમાર થઈ જતા ઉચકીને મુખ્ય રસ્તા સુધી લઈ ગયા હતા. રસ્તામા કોઈ વાહન પણ આવી શકતુ નથી. વધુમા પાકેલુ અનાજ વેચવા જવુ હોય તો તે પણ બોરીઓ વારાફરતી ઉચકીને લાવી પડે છે. હવે સ્થાનિકો સરકાર અને તંત્ર સામે મીંટ રાખીને બેઠા કે છે અમને રસ્તો જલદીમા જલદી બનાવી આપવામા આવે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે શહેરા તાલુકાના ઘણા ગ્રામીણ વિસ્તારોમા રસ્તાઓ પાકા બની ગયા છે ત્યારે આ ખટરપુર નવી વસાહત ટાપુ ફળિયામા જોડતો રસ્તો ક્યારે બનશે ?

અનિલભાઈ ખાંટ જણાવે છ કે ખટકપુર નવી વસાહત ટાપુ ફળિયામાં 1992થી અમારા બાપ દાદાના સમયથી લોકો રહે છે. અહી બધા જ સમાજના લોકો રહે છે. રસ્તાનુ નિરાકરણ આવતુ નથી.બિમાર હોય તે વ્યકિતને ઉચકીને લઈ જવુ પડે છે. હાલમા મારા માતા પણ બિમાર છે. જે સંબધીના ઘરે રાખવા પડે છે. બાલુબેન જણાવે છે કે અમે અહી ચાલીસ વરસથી વસવાટ કરીએ,મુખ્ય રોડ અહીથી દુર છે. ચોમાસુ હોવાથી અમારે તકલીફ પડે છે. ખાસ કરીને કોઈ મહિલાને ડીલીવરીનો સમય હોય તો ભારે મુશ્કેલી પડે છે. 108 પણ અહી આવી શકતી નથી. અમારે આવા જવાનો સરકાર બનાવી આપે તેવી વિનંતી કરીએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!