31.3 C
Gujarat
Friday, August 28, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા ની સર પી.ટી. સાયન્સ કોલેજમાં વિમેન્સ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ સેમિનાર યોજાયો

અરવલ્લી: મોડાસા ની સર પી.ટી. સાયન્સ કોલેજમાં વિમેન્સ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ સેમિનાર યોજાયો

0

અરવલ્લી જિલ્લામાં વિમેન્સ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત સર પી ટી સાયન્સ કોલેજમાં એમ એસ એમ ઈ કમિશનર ગાંધીનગર, ભારત ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, EDII અમદાવાદ દ્વારા, WEP ગુજરાત ચેપ્ટર અંતર્ગત જિલ્લા કક્ષાનો વિમેન્સ એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ સેમિનાર યોજાયો હતો.

અરવલ્લી જિલ્લાની મહિલાઓમાં ઉદ્યોગ સ્થાપવાની પ્રેરણા મળે તે ઉદેશ્ય થી સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનો થી પરિચિત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું ઉદઘાટન કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ અને ઉપપ્રમુખ સુભાષભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આથી મહિલાઓને ઉદ્યોગ સ્થાપવાની ઘણી બધી તકો છે. જીલ્લામાં ઉદ્યોગ સાહસિકો માટે ઈકો સિસ્ટમ ઉભી કરવા EDII અમદાવાદના પ્રોજેક્ટ ઓફિસરો સચિન પટેલ તથા રવજીતસિંહે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યુવા મહિલા વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના સફળ મહિલા ઉદ્યોગ સાહસિક સુધાબેન શર્માએ તેમના અનુભવો અને તેમની પ્રોડક્ટસ રજૂ કરી મહિલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. પ્રિ. ડૉ કે પી પટેલે MSME કમિશનર અને EDII સંસ્થાઓનો આભાર માન્યો હતો. કોલેજ IQAC કોર્ડીનેટર પ્રો વેકરીયા એ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. ઇનોવેશન ક્લબ, WDC,NSS,NCCઅને SRCની ટીમોએ ખૂબ જ સુંદર રીતે સેમિનારનું આયોજન કરેલ હતું. મંડળના હોદ્દેદારોએ કોલેજ ટીમોને અભિનંદન આપેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!