32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : હિંમતનગરમાં આર્મી જવાન-પોલિસ વચ્ચેનો વિવાદ વકર્યો, પોલિસ ફરિયાદ રદ્દ કરવાની...

સાબરકાંઠા : હિંમતનગરમાં આર્મી જવાન-પોલિસ વચ્ચેનો વિવાદ વકર્યો, પોલિસ ફરિયાદ રદ્દ કરવાની માંગ

0
186

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ગત 3 સપ્ટેમ્બર ના રોજ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી. માજી સૈનિક સંગઠનોએ આર્મી જવાન પર થયેલી પોલિસ ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી છે, જ્યારે જે પોલિસ કર્મચારીઓએ આર્મી જવાનને માર માર્યો છે, તેમની સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ માટેનું દરેક જિલ્લામાં સૂચન કરવામાં આવ્યું હતું અને સૂચન પ્રમાણે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી તે દરમિયાન જ એક અલ્ટો કાર હિંમતનગરના મોતીપુરા ખાતેથી પસાર થઈ રહી હતી જોકે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા તે કારને બ્લેક ફિલ્મ લગાવેલી હોવાના કારણે અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ તે કારના ચાલક દ્વારા આર્મી જવાન હોવાનું બહાર આવ્યું હતું પરંતુ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયા બાદ ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો હતો જો કે પોલીસ કર્મી દ્વારા હિંમતનગર એ ડિવિઝનન પોલીસ સ્ટેશનમાં આર્મી જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ આર્મી જવાન દ્વારા અને પૂર્વ સૈનિક સંગઠન દ્વારા પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માગ ઉઠી હતી ત્યારબાદ માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં એક રેલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું આ સાથે જ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા માટેની મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી

આવેદન આપ્યા બાદ તમામ એસપી કચેરી ખાતે રજુઆત અર્થે પહોચ્યા હતા તે દરમિયાન હિંમતનગર ના મોતીપુરા ખાતે આવેલ પોલીસ ચોકી કે જ્યા પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણ થયુ હતુ એજ ચોકી કેટલાક ટોળા દ્રારા તોડફોડ કરવામાં આવી હતી સાથે જ સ્ટેટ હાઇવે ના બે ભાગોના રોડને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા પોલીસે દ્વારા તમામ ટ્રાફિકની પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તો મોતીપુરા ખાતે એસ પી ડીવાયએસપી સહિત તમામ પોલીસ નો કાફલો મોતીપુરા ખાતે પહોચી ગયો હતો અને સમજાવટ બાદ તમામ ટ્રાફિકને પૂર્વ વાત કરવામાં આવ્યો હતો તો આ તોડફોડ માટે જીલ્લા પોલીસ વડાએ રેલીમાં આવેલ મુખ્ય આગેવાનો સાથે બેઠક કરી હતી અને સીસીટીવી કેમેરા સહિત અન્ય કેમેરા ઓની મદદ થી તોડફોડ કરનાર ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!