31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : સબલપુર ગ્રામ પંચાયત વિસ્તારના લોકોના સવાલો, હદ વિસ્તાર વધારવો હતો, તો ચૂંટણી કેમ યોજી?


અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાનો હદ વિસ્તાર વધારવામાં આવ્યો છે,આ માટે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા તાલુકાના ત્રણ ગામ પંચાયતના છ જેટલા ગામડાનો વિસ્તાર મોડાસા નગરપાલિકામાં સમાવેશ કરવાની જાહેરાત કરી છે, જેને લઇને સબલપુર ગ્રામ પંચાયત ખાતે ચાર્જ સંભાળવા ગયેલી નગરપાલિકાની ટીમને સબલપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોનો રોષનો સામનો કરવો પડ્યો હતો.

10 સપ્ટેમ્બરના રોજ સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના અરસામાં મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સબલપુર ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા જ્યાં ચાર્જ સંભાળવા માટે પહોંચેલી નગરપાલિકાની ટીમને ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ ગ્રામજનો દ્વારા કેટલાક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ કેટલાક સવાલો કર્યા હતા, જો સબલપુર ને નગરપાલિકામાં સમાવવાની હતી તો, બે મહિના પહેલા ચૂંટણી કેમ યોજવામાં આવી હતી? ચૂંટાયેલા ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ જણાવ્યું કે, ચૂંટણી સમયે તેમણે લોકોને જે વાયદાઓ કર્યા હતા તેનું શું? તેવા પણ સવાલો પાલિકાને કર્યા હતા. આ સાથે જ ગ્રામજનો તેમજ સબલપુર ખાતે પહોંચેલા લોકોએ થોડો સમય આપવામાં આવી તેવી પણ માંગ કરી હતી.

નવા નોટિફિકેશન મુજબ
ખલીકપુર ગામ રેવન્યુ સર્વે નં. 1 થી 443
(ગામતળ સાથે)
સાયરા ગામ ના રેવન્યુ સર્વે નં. 131 થી 299
પાલનપુર રેવન્યું સર્વ નં. 1 થી 434
(ગામતળ સાથે)
સબલપુર ગામ રેવન્યુ સર્વે નં. 1 થી 569
(ગામતળ સાથે)
ગણેશપુર ગામ સર્વે નં. 1 થી 298
(ગામતળ સાથે)
બાજકોટ ગામ સર્વે નં. 1 થી 359

મોડાસા નો હદ વિસ્તાર વધવાથી હવે વોર્ડ ની સંખ્યા 9 થી વધીને 11 થશે, જેમાં કોર્પોરેટર ની સંખ્યા 44 થશે. નોટિફિકેશન જાહેર થતાં જ હવે આ તમામ વિસ્તારો નગરપાલિકા હસ્તક આવી ગયા છે. આ સાથે જ મોડાસા નગર પાલિકામાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ઘણી જ સમસ્યાઓનો પાણ સામનો કરવો પડી શકે છે. હાલ મોડાસા નગર પાલિકમાં 169 કર્મચારીઓ અને અધિકારીઓનું મહેકમ છે, જેની સામે માત્ર 73 કર્મચારીઓ જ છે. આ સાથે જ 85 જેટલા સફાઈકામદારોના મહેકમ સામે 56 કર્મચારીઓ કાર્યરત છે. સ્ટાફની અછતને કારણે કામગીરી અને વહીટમાં પડકારોનો સામનો કરવી પડી શકે છે. આ સાથે જ જે રીતે રોડના કામ સારા અને સુવ્યવસ્થિ થઈ રહ્યા છે, તેવા કામ નવા વિસ્તારમાં થશે, તો લોકોમાં કઠણ મને ખુશી વ્યક્ત થઈ શકે છે. એટલું જ નહીં હવે નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના લોકોનો વેરો પણ વધશે, જેની સામે સુવિધાઓના પણ દાવા કરાયા છે.

શું ફાયદો થશે?
વીજ પુરવઠો, રોડ, સ્વચ્છ પાણીની સુવિધાઓ મળશે
ભૂગર્ભ ગટર યોજના
વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજના
નિયમિત સફાઈ, ડૉર ટૂ ડૉર કલેક્શન
સુઆયોજિત નગર રચનાના લાભો
TP સ્કિમ અંતર્ગ રસ્તા પહોળા
આયોજનબદ્ધ પ્લોટની ફાળવણી
બાગ બગીચા
એમ્ફી થીયેટર
ગ્રીમ પંચાયતોની ઓફિસમાં વોર્ડ ઓફિસ શરૂ થશે
દબાણો દૂર થશે

હવે મોડાસા તાલુકાની સબલપુર ગ્રામ પંચાયત ખાતે પહોંચેલી મોડાસા નગરપાલિકા ટીમ ગ્રામજનો ને કેવી રીતે સમજાવશૈ, તે જોવું રહ્યું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!