34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત ‘મધુવનની મહેક દુબઈ સધી પ્રસરી’, કટાર લેખક ડો. સંતોષ દેવકરને દુબઈ રોબોચેમ્સ...

‘મધુવનની મહેક દુબઈ સધી પ્રસરી’, કટાર લેખક ડો. સંતોષ દેવકરને દુબઈ રોબોચેમ્સ ગૃપ દ્વારા સન્માન

0

ઇન્ડિયન સ્કૂલ એવોર્ડ્સનું સતત ત્રીસ માં વર્ષે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર લેખકો, શિક્ષકો, ફ્રી લાન્સર વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોડાસા માં ઘણાં વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલા ડોક્ટર સંતોષ દેવકર સતત 25 વર્ષથી મધુવનની મહેક કોલમ હેઠળ પોતાના હકારાત્મક વિચારો પીરસી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના છસ્સો ઉપરાંત લેખો અને 18 પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાંના ચાર પુસ્તકો બેસ્ટ સેલર થયા છે. ખાસ એ વાતની નોંધ લેવામાં આવી કે તેમના દરેક લેખ પોઝિટિવ આઉટલુક વાળા હોય છે. અને વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષકો માટે પ્રેરણાદાયી લેખો હોય છે. ડૉ. દેવકર ના લેખન કાર્યની અને મોટીવેશનલ સેમિનારોની વિશેષ નોંધ લેતા ઇન્સ્પાયરીંગ એજ્યુકેટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશેષ એ વાત ધ્યાન પર આવી હતી કે, સમગ્ર ગુજરાતમાં ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ધોરણ સાત, આઠ, નવ અને ધોરણ દસ માં હાલમાં તેઓ પાઠ્યપુસ્તકના લેખક તરીકે કાર્યરત છે.

ડોક્ટર સંતોષ દેવકર મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળમાં કેમ્પસ કોઓર્ડીનેટરની ફરજ બજાવે છે. ડોક્ટર દેવકરના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો તૈયાર થયા છે. જેઓ ગુજરાતના ખૂણે ખૂણે વિસ્તરેલા છે,ત્યાં પોતાની સેવાઓ આપે છે. કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ,ટ્રસ્ટી નવીનભાઈ મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ તથા સમગ્ર મંડળના હોદ્દેદારો, મિત્રો, સ્વજનો અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા. દુબઈ સ્થિત રોબોચેમ્સ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ઓવોર્ડ કાર્યક્રમનું આયોજન, અમદાવાદના વેલકમ બાય આઈટીસી ખાતે કરવામાં આવ્યું હતું. ડોક્ટર સંતોષ દેવકરને સન્માનિત કરવામાં આવતા, કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!