37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે છ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ...

અરવલ્લી : સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે છ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

0
93

સરકારી ઈજનેરી કોલેજ,મોડાસા ખાતે કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રાધ્યાપકો અને સંશોધકો માટે છ દિવસનો ઓનલાઈન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તા. ૦૮ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન “Advancements in Data Science and Machine Learning: Concepts to Applications” વિષય ઉપર યોજાયો. આ પ્રોગ્રામ ખાસ કરીને પ્રાધ્યાપકો અને સંશોધકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેથી તેઓ ડેટા સાયન્સ અને મશીન લર્નિંગના તાજેતરના સિદ્ધાંતો, ટેકનિકલ વિકાસ અને વ્યાવહારિક ઉપયોગોથી પરિચિત થઇને પોતાના અભ્યાસ અને સંશોધન કાર્યમાં નવી દિશા મેળવી શકે. ગુજરાત રાજ્યના અને અન્ય રાજ્યના કુલ ૧૯૦ થી વધારે પ્રાધ્યાપકો અને સંશોધકોએ આ પ્રોગામમાં ભાગ લીધો હતો.

પ્રોગ્રામના આરંભ સમયે પ્રિન્સિપાલશ્રી ડૉ. જીતેન્દ્ર વાઢેર અને મુખ્ય મહેમાનશ્રી પ્રો.એમ.બી.ચૌધરીએ સહભાગી થયેલ તમામને પ્રોગ્રામમાંથી વધુમાં વધુ શીખવા અને તેને તેમના શિક્ષણ તથા સંશોધન કાર્યમાં લાગુ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રોગામમાં ભારત અને ભારત બહારના પ્રતિષ્ઠિત શૈક્ષણિક નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો દ્વારા પ્રવચન અને પ્રાયોગિક સત્રો લેવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામ ATAL (AICTE Training and Learning Academy) દ્વારા સ્પોન્સર અને મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનું સુચારુ આયોજન કોર્ડિનેટર ડૉ.પિનલ પટેલ (હેડ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ) ,સહ-કોર્ડિનેટર ડૉ. મહેશ ગોયાણી (એસોસિએટ પ્રોફેસર, કમ્પ્યુટર એન્જિનિયરિંગ) અને વિભાગના તમામ પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!