38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા ઘાંચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે...

અરવલ્લી : મોડાસા ઘાંચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ

0
105

ઘાંચીવાડા મહિલા મંડળ દ્વારા આજે હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અરવલ્લી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સહઆયોજક તરીકે જોડાયું.આ પ્રસંગે કંપનીઓ થેરાપીના હેડ પૌમિન શાહ સાહેબશ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સૂરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ટ્રસ્ટના સભ્યો તથા સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

કાર્યક્રમમાં આશરે 200 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ હાલ થેરાપી સેવા લઈ રહ્યા છે. તેમને આરોગ્ય સંબંધી ઉપયોગી માર્ગદર્શન તેમજ હેલ્થ જાગૃતિ માટે જરૂરી માહિતી આપવામાં આવી. હસીનાબેન મન્સૂરીએ સરકારની નવીન યોજનાઓની વિગતવાર માહિતી આપી અને મહિલાઓને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યું.

વિશેષરૂપે, રોડ ટ્રાન્સપોર્ટના પ્રમુખ સાજીદ ભાઈ ખાનજી એ મહિલા મંડળને થેરાપી મશીન દાનમાં આપવાની જાહેરાત કરી, જેથી ભવિષ્યમાં વધુ લોકોને આરોગ્યલાભ મળી શકે.

આ કાર્યક્રમમાં મોડાસા મહિલા મંડળ તરફથી પ્રમુખ ફાતેમાબેન ભૂરા, સેક્રેટરી સમીમબેન બાકરોલીયા, કન્વીનર મુમતાઝબેન દધાલીયાવાલા, તથા યુવા ટ્રસ્ટ તરફથી સાજીદભાઈ ખાનજી, ઝુબેરભાઈ ખાનજી અને મહિલા મંડળ તથા ટ્રસ્ટના અનેક સભ્યો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં થેરેપી આપવામાં શ્રી આકાશભાઈ પરમાર અને ભાગ્યશ્રી બહેને ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, અને કાર્યક્રમનનું તમામ સંચાલન કર્યું.

આ કાર્યક્રમ દ્વારા ઘાંચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટે સમાજમાં આરોગ્ય વિષયક જાગૃતિ સાથે સાથે મહિલાઓના સેવાકાર્યને પણ આગળ ધપાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!