29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી SP ના હસ્તે પોલિસ સ્ટાફના બાળકોને સન્માનિત કરાયા, 31 બાળકોને પ્રોત્સાહિત...

અરવલ્લી SP ના હસ્તે પોલિસ સ્ટાફના બાળકોને સન્માનિત કરાયા, 31 બાળકોને પ્રોત્સાહિત કરાયા

0
107

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા પોલિસ હેડ ક્વાર્ટર ખાતે પોલિસ સ્ટાફ ના બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી રણજીતસિંહ ડાભી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સારા ગુણ પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.

અરવલ્લી જીલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારી તેમજ સિવિલીયન સ્ટાફના કર્મચારીઓના બાળકોને વર્ષ- ૨૦૨૪-૨૫ માંં સારા ગુણ મેળવ્યા હોય, તે બાળકોને સન્માનિત કરાયા હતા. આ તમામ બાળકોને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહન મળે તેવા આશયથી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લામાંથી કુલ 31 પોલીસ કર્મચારીઓના બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ચેક આપવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક દ્વારા બાળકોને આવનાર ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!