39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાના પ્રવાસન સ્થળો જંખે છે વિકાસ, કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન...

અરવલ્લી જિલ્લાના પ્રવાસન સ્થળો જંખે છે વિકાસ, કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન સમિતીની બેઠક

0
73

અરવલ્લી જિલ્લાના મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી. બેઠકમાં જિલ્લના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોને વિકસિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં વિવિધ પ્રવાસન સ્થળો ખાતે સુવિધાઓ ઉભી કરવા, બ્યુટિફિકેશન કરવા, નવા પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. જોકે આ વચ્ચે એવા કેટલાય પ્રવાસન સ્થળો વિકસી શકે છે, જે ઘણાં સમયથી પોતાનું અસ્થિતિવ જ ગુમાવી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ની વાત કરવામાં આવે તો અહીં પૌરાણિક ધરોહરો છે, જેમાં હરિશચંદ્રની ચોરી, મંદિરની આસપાસનો વિસ્તાર સહિતના વિસ્તારોનો વિકાસ થાય, ભિલોડાના ભવનાથ મંદિર ખૂબ જ રમણિય જગ્યાએ આવેલ છે,,, ડુંગરોમાંથી વહેતા ઝરણાં, બાયડ ઝાંઝરી ધોધ, મોડાસા દેવરાજ ધામ, કકરાઈ માતાજી મંદિર, ભમરેચી માતાજી મંદિર, વણઝારી વાવ,  મેઘરજ અને ભિલોડા તાલુકાના જંગોલમાં આવી કુદરતી રમણિય વચ્ચે ટ્રેકિંગ કરી શકાય, તેવી પણ વિકલ્પો તૈયાર થાય, તે પણ જરૂરી છે. મોડાસાની વણઝારી વાવ, સમય મળે અને કોઈને ઈચ્છા થી જાય ત્યારે અહીં સાફ-સફાઈ કરવામાં આવે, બાકી તો ઘણીવાર પ્રવાસની બેઠક મળતી હોય છે, જેમાં ઘણાં મુદ્દાને ચર્ચા કરવા જરૂરી છે. જે અધિકારીઓ આ બેઠકમાં આવતા હોય, તેમના વિસ્તારમાં કોઈ પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે, તેવા સ્થળોને સમિતિમાં મુકવા જોઈએ, જેથી તેનો વિકાસ થઈ શકે, નવા પ્રવાસ સ્થળ વિકસી શકે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, પ્રાંત અધિકારી મોડાસા, પ્રાંત અધિકારી બાયડ, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદારઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!