34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : દારૂ ભરેલી કારે LCB સહિત જીલ્લા પોલીસને 50 કિ.મી સુધી...

અરવલ્લી : દારૂ ભરેલી કારે LCB સહિત જીલ્લા પોલીસને 50 કિ.મી સુધી હંફાવી, કાળી ગાડીમાંથી સિલ્વર ગાડીનો પીછો !!!!

0
111

અરવલ્લી જિલ્લામાં હવે બુટલેગરો સક્રિય થયા હોય, તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે મુખ્ય જિલ્લો એટલે અરવલ્લી. અહીંથી વર્ષે દહાડે કેટલીય ગાડીઓ નિકળી જતી હશે અને કેટલીય પકડાતી હશે. આમાં પોલિસ કર્મચારીઓ પણ પકડતા હોય છે અને બુટલેગર-બુટલેગરની હરિફાઈમાં ઘણાં પડી પણ ગયા છે, અને કેટલાક ગાડીઓ કાઢવાની રેસમાં લાગી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી કારનો પીછો કરી 50 કિ.મી દૂર આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઋગનાથ પૂરા ગામ નજીકથી બે બુટલેગરો સાથે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા તરીકે નવનિયુક્ત મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા વિવિધ એજન્સીઓ અને પોલીસ અધિકારીઓમાં એક અનોખા પ્રકારની ઊર્જા જોવા મળી રહી છે. શામળાજી પોલિસ થોડા સમયથી શાંત હતી, તે પણ ક્યાંક સક્રિય થઈ છે, તો અન્ય વિસ્તારોમાં પણ પોલિસ સતત પ્રોહિબિશનની કામગીરીમાં ડૂબી ગઈ છે. પ્રોહિબીશન અને એનડીપીએસની કામગીરી માટે સતત દોડાદોડી કરી ટૂંક સમયમાં કરોડો રૂપિયાનો દારૂ,ગાંજા, ચરસનો જથ્થો ઝડપી પાડી નશાના કારોબારીઓને દબોચી લીધા છે.

 

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયા ની આગેવાનીમાં પો.સબ.ઈન્સ્પેક્ટર સી.એમ.રાઠોડ અને પો.સબ.ઇન્સ વી.જે.તોમર સહિત તેમની ટીમ મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન વિસતારમાં લીંભોઇથી કિશોરપુરા ચોકડી તરફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાયલ ઢાંખરોલ ગામના પાટીયેથી આગળ જતાં એક સિલ્વર કલરની કિયા સેલટોસ ગાડી નં GJ.01.KZ.0216 ની ક્રોસ કરી પુરઝડપે આગળ નીકળી ગઈ. પોલિસને ગાડી શંકાસ્પદ લાગતાં, ગાડીનો પીછો કર્યો હતો. કાર ચાલકે ગાડી પુરપાટ ઝડપે દોડાવી કિશોરપુરા ચોકડી શીણોલ, શીકા ચોકડી, ધનસુરા, અલવા ટોલબુથ, બાયડ આંબલીયારા રોડ ઉપર દોડાવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંબલિયારા પોલિસની ટીમને જાણ કરતા, સ્થાનિક પોલિસે બસ સ્ટેન્ડ નજીક બ્લોકિંગ કર્યો હતો. ગાડીના ચાલકે ગાડી પાછીવાળી જીતપુર ગામ માં થઇ રૂગનાથપુરા ગામની સીમ તરફ જતાં ગાડીના ચાલકે પોતાની ગાડી રૂગનાથપુરા ગામની સીમમાં રોડની જમણી બાજુ આવેલ એક ખેતરમાં ઉતારી દીધી હતી. ગાડીનો ચાલક અને બાજુમાં બેઠેલ ઈસમ ભાગવા જતાં, પોલિસે બંન્ને ઈસમને ઝડપી પાડ્યા હતા. પોલિસે તપાસ કરતા કિયા સેલસ્ટોસ ગાડીમાંથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ- 2238 જેની કિ.રૂ.6,91,945/- તેમજ ગાડી, મોબાઈલ સહિત કુલ કિ.રૂ. 17,01,945/- કબજે કર્યો હતો.

એલસીબી ઝડપેલા બુટલેગરો
1) અયાન અહેમદ ફારૂક અહેમદ કાદરી રહે.મજીદની ચાલી સંગીતા ફનીચરની પાછળ નરોડા પાટિયા અમદાવાદ
2) ગોવિંદ ભીખાજી ઠોકર રહે. મફટનગર દેવીસીનેમાની સામે નરોડા બેઠક નરોડા અમદાવાદ
વોન્ટેડ આરોપી
1) શંકર ઉર્ફે બાકરો ગોબરભાઈ ગરાસિયા રહે.વીરપુર તા.જી.ડુંગરપુર(રાજસ્થાન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!