34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines કોણ કહે છે, GEB માં ભ્રષ્ટાચાર નથી !! વીજકર્મી 500 ની લાંચ...

કોણ કહે છે, GEB માં ભ્રષ્ટાચાર નથી !! વીજકર્મી 500 ની લાંચ લેતા ઝડપાતા સર્કિટ ઉડી ગઈ, લાંચિયાઓમાં ફફળાટ

0
94

અરવલ્લી જિલ્લામાં ACB એ મેઘરજના લાંચિયા વીજકર્મીને 500 રૂપિયાની લાંચ લેતા દબોચ્યો
અરવલ્લીમાં સફળ ટ્રેપ : વિજ વિભાગના કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામતી હોય છે. વીજ વિભાગમાં એસીબીએ સપાટો બોલાવીને યુજીવીસીએલના ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ વર્ગ – 4 ના કર્મચારી રામાભાઇ લક્ષ્મણભાઇ ટાભિયાર, ઉ.વ.૪૨, હેડ ક્વાર્ટર ઇપલોડા યુજીવીસીએલ સબ ડીવીઝન કચેરી, મેઘરજ ને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. બનાવની વિગત એવી છે કે,
ફરિયાદીનું લાઇટબીલ સમયસર ન ભરાતાં વીજ કનેક્શન કાપી વિજમીટર યુજીવીસીએલ માં જમા લેવાયું હતું. આ બીલ ની રકમ ભરપાઇ કર્યા બાદ વીજમીટર લગાડી પુન: વીજ પુરવઠો ચાલુ કરવા અને મીટર લગાવી આપવા માટે 1500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી લાંચિયા કર્મચારીને 500 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામતી હોય છે, મોટાભાગે સેટિંગ અને વચેટિયાના મારફતે કામ કરાવી લેતા હોય છે. હવે એસીબી થતાં થોડો સમય બધુ સબ સલામત અને બરાબર છે, તેમ ચાલશે, પછી તો જેમ ચાલતું હતું તેમ જ ચાલશે, તે પણ જગજાહેર છે. હાલ તો એસીબી ટ્રેપથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!