29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા તાલુકાની આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરીનો વિરોધ નોધાવ્યો, ફિક્સ વેતન સહિતની...

પંચમહાલ: શહેરા તાલુકાની આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરીનો વિરોધ નોધાવ્યો, ફિક્સ વેતન સહિતની કરી માંગ

0
62

 

શહેરા,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આશાવર્કર બહેનો અને ફેસિલીટર બહેનોએ પોતાની માંગો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.ફરજીયાત ટેકોની કામગીરીને લઇને પણ વિરોધ દર્શાવ્યો હતો.આ મામલે જો નિરાકરણ ન આવે તો નેત્રચકાસણી તેમજ ટેકો કામગીરીને લઇને અળગા રહેવાની ચીમકી આપી હતી.પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સૂત્રોચાર કર્યા હતા.તેમને તંત્રને આવેદનપત્ર પણ આપ્યુ હતુ.

આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેકોની કામગીરીના આદેશ આપ્યા છે.અને ટેકો કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.ફોટો અપલોડ ના થાય તો ઇન્સેટીવ મળશે નહી.તહેવારોના દિવસોમા ફરજીયાત ટેકો કામગીરી શરૂ કરવાની વાત છે.ટેકો કામગીરી કરવાની સુચના આપી છે.પણ ઇન્સેન્ટીવ તો જાહેર તો કરો. ટેકોની કામગીરી કરવા સારો મોબાઇલ જોઈએ.તેમજ રિચાર્જ કોણ કરી આપશે. યુનિફોર્મ પણ ગૂણવત્તા વગર ના છે.આશાબહેનોને રાત્રીના સમયે પણ કામગીરી કરવા જણાવામા આવે આવે છે.રાત્રીના સમયે કામગીરી થાય તેમ નથી.અમારે પારિવાહીક પ્રશ્નો ઉભા થાય છે.ઇન્સેટીવ પણ સમયસર ચૂકવામાં આવતુ નથી.પગાર પણ અનિયમિત છે.અમને ફિકસ પગાર આપવામા આવે તેવી અમારી માગ છે. અમારા પ્રશ્નોનુ નિરાકરણ ના આવે ત્યા સુધી અચોકકસ મૂદતની અળગા રહેવાની ચીમકી પણ ઊચ્ચારી છે. આશાવર્કર અને ફેસિલીટર બહેનોએ શહેરાના મામલતદાર ધર્મન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યુ હતૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!