27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસા-શામળાજી હાઈવે ને લઇને વહીવટી તંત્ર લાલગૂમ, સમારકામ નહીં થાય તો...

અરવલ્લી: મોડાસા-શામળાજી હાઈવે ને લઇને વહીવટી તંત્ર લાલગૂમ, સમારકામ નહીં થાય તો થશે પોલિસ ફરિયાદ : કલેક્ટર

0
79

મોડાસા-શામળાજી હાઈવે પર વહીવટી તંત્ર ગંભીર, જીએસઆરડીસી ને નોટિસ
સમયમાર્યાદામાં રોડનું સમારકામ નહીં થાય તો થશે પોલિસ ફરિયાદ : કલેક્ટર
ઘણાં સમયથી રોડ ની હાલત ખૂબ જ બિસ્માર
મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પર તંત્ર ક્યારે ગંભીરતા દાખવશે ?
રાજેન્દ્રનગર સુધી પણ આવી જ સ્થિતિ સર્જાતા, લોકોને હાલાકી

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્ય અંગે સતત ખડેપગે કામગીરી કરે છે. લોકોની સુરક્ષા સાથેના કોઈ પણ ચેડા સામે સખત કાર્યવાહી કરવામાં પણ કટિબદ્ધતા જોવા મળે છે. આજ સખતાઈને જાળવીને મોડાસા-શામળાજી હાઈવે રોડ રીપેરીંગ બાબતે જિલ્લા કલેકટર દ્વારા કાર્યપાલક ઈજનેર, જી.એસ.આર.ડી.સી. ને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કાર્યપાલક ઈજનેર, જી.એસ.આર.ડી.સી. ના કાર્યક્ષેત્રમાં આવતો મોડાસા-શામળાજી હાઈવે રોડ રીપેરીંગ કરવા તેમણે વારંવાર મૌખિક અને લેખિતમાં સૂચના આપવામાં આવી છે.રોડ રિપેરિંગ ના થવાને પગલે રોડની આજુબાજુમાં આવેલ હોસ્પિટલ, શાળા તથા રહેણાંક વિસ્તારના રહીશોવદ્વારા માંથી ધુળ ઉડવાની રજુઆત વારંવાર મળી રહેલ છે તેમજ રોડ પર પડેલ ખાડાઓને લીધે હાલાકીનો સામનો કરવો પડી રહેલ હોવાની રજુઆતો મળેલ છે.તેમજ આ રોડ પરથી અવર-જવર કરનાર નાગરીકોના સ્વાસ્થ્ય અને સલામતિ માટે જોખમ ઉભુ કરેલ છે.

લોકોની સલામતી અને સ્વાસ્થ્ય સામેની બેદરકારીના ગંભીર પરિણામોને ધ્યાને રાખીને કાર્યપાલક ઈજનેર, જી.એસ.આર.ડી.સી. ને ૭ દિવસમાં કામગીરી પૂર્ણ કરી કલેકટર કચેરી ખાતે જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સાથેજ આ બાબતે યોગ્ય ખુલાસો આપવામાં ન આવે તો આગામી સમયમાં ફોજદારી ગુનો નોંધાવવાનો પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!