એક જ પોલીસ સ્ટેશનના 17 પોલીસકર્મીઓની સાગમેટે અન્ય એક જ પોલીસ સ્ટેશનમાં બદલી કરી હોય તેવો ઐતહાસિક નિર્ણય
પોલીસ સ્ટેશનો અને વિવિધ એજન્સીઓમાં વહીવટદારોનો દબદબો યથાવત,વહીવટદારો સામે થાણા અધિકારીઓ પણ લાચારી અનુભવતા હોવાની ચર્ચા
પોલીસ સ્ટેશનો અને જીલ્લાનો વહીવટ લેવા વહીવટદારોમાં અંદરો અંદર આંતરિક સ્પર્ધા
અરવલ્લી જીલ્લામાં કેટલાક ખાનગી વહીવટદારો પોલીસ અધિકારીઓને દારૂ ભરેલ વાહનની એકલ-દોકલ બાતમી આપી તેમની લાઇન ચલાવતા હોવાની ચર્ચા જગજાહેર
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે પ્રોહિબિશનની અમલવારી માટે સખ્ત કાર્યવાહી કરવા અને દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તાકીદ કરી છે ત્યારે ઈસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 17 પોલીસકર્મીઓની એક ઝાટકે બદલી કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરતા પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક સાથે ખળભળાટ મચી ગયો છે પોલીસકર્મીઓની બદલીને પગલે આગામી સમયમાં જિલ્લા પોલીસવડા વધુ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો છીપે છે તેના પર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની નજર ઠરી છે

અરવલ્લી જિલ્લામાં ટ્રાઈબલ વિસ્તારમાં આવેલ અને રાજેસ્થાન ની બોર્ડર ની સીમાએ આવેલ મેઘરજ તાલુકામાં ઇસરી પોલીસ સ્ટેશન કે જે ઇડર સ્ટેટ સમયનું પોલીસ મથક તરીકે કાર્યરત છે. અને 2011 થી પોલીસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે અને નિયત મુજબ પોલીસ સ્ટેશન 48 કર્મચારી અને 2 અધિકારીઓ ની મહેક ધરાવતું પોલીસ સ્ટેશન છે.નવીન જિલ્લા પોલીસ વડા આવતાની સાથે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અને દારૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક સાથે 17 જેટલા પોલીસ કર્મીઓ ની જાહેર હિતમાં એક સાથે અને એક જગ્યાએ બદલી કરી દેવામાં આવ્યા છે. જેમાં બદલી કરેલ કર્મચારીઓ ને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી હોવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ની સાથે જ હવે કર્મચારીઓ ની બદલીઓ નો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. હાલ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 76 જેટલા ગામડાઓને આવરી લેતું એક માત્ર વિસ્તાર નું પોલીસ સ્ટેશન છે જ્યાં ટ્રાઈબલ વિસ્તાર વધુ હોવાથી કેટલીક વાર ક્રાઈમ ના કેસોમાં વધારો થતો હોય છે હાલ બદલી કર્યા પછી માત્ર 28 જેટલા કર્મચારીઓ અને 2 અધિકારીઓ ફરજ પર છે. બદલી કરેલ કર્મચારીઓની સામે બીજા કર્મચારીઓ ને મુકવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરી વિસ્તાર મોટો હોવાથી કામગીરી થઈ શકે. પરંતુ જે પ્રકારે એક સાથે 17 કર્મીઓ ની બદલી એક જ જગ્યાએ કરી દેતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે






