37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભાજપના કાર્યકરના હાથપગ તોડી નાખનારા ત્રણ આરોપીને માલપુર પોલીસે દબોચ્યા

અરવલ્લી : ભાજપના કાર્યકરના હાથપગ તોડી નાખનારા ત્રણ આરોપીને માલપુર પોલીસે દબોચ્યા

0
152

મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે આવેલ ટાઉનહોલમાં શનિવાર યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ભાગ લઈ તેમના મિત્ર સાથે ગાડીમાં ઘરે પરત ફરવા દરમિયાન સુંદરપુરા નજીક સામેથી થાર ગાડીથી ટક્કર મારી થાર ગાડીમાંથી ઉતરી પીપરાણા ગામના પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ અને ગોવિંદપુર ગામનો શિવા પાંડોર અને રમેશ પ્રતાપભાઈ પાંડોરે ચૂંટણીમાં અમારી સામે કેમ પડ્યો હતો અને ભ્રષ્ટાચારના કેમ આક્ષેપ કરે છે કહી ગંદી ગાળો ભાંડી લોખંડના સળિયા અને ધારિયાથી હુમલો કરી હાથપગ તોડી નાખ્યા હતા અને મોબાઈલ ખૂંચવી લીધો હતો બીપીન પટેલ સાથે રહેલા તેમના મિત્ર ગલબાભાઈએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા ત્રણે આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા દોડી આવેલા લોકો એ ઇજાગ્રસ્ત બીપીન પટેલને ઘરે લઇ જતા તેમની પત્નીએ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે માલપુર સિવિલ માં ખસેડી દીધા હતા

માલપુર પોલીસે બીપીન પટેલની ફરિયાદમાં આધારે ૧)પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ(રહે,પીપરાણા) ૨)શિવાભાઈ પાંડોર અને ૩)રમેશ પ્રતાપભાઈ પાંડોર (બંને,રહે.ગોવિંદપુર) સામે બીએનએસએસ 173 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ત્રણે આરોપી સામે ગુન્હો નોંધાતા પોલીસ ધરપકડથીs બચવા અલગ અલગ સ્થળે નાસતા ફરતા હતા

માલપુર પીઆઇ કે. આર. દરજી અને તેમની ટીમે ત્રણે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કરી બાતમીદારો સક્રિય કરતા ત્રણે આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ પકડમાં આવી ગયા હતા માલપુર પોલીસે 1) પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ(રહે,પીપરાણા) ૨)શિવાભાઈ પાંડોર અને ૩)રમેશ પ્રતાપભાઈ પાંડોર (બંને,રહે.ગોવિંદપુર)ને મેઘરજ નજીકથી દબોચિ લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!