29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવણી તેમજ મોટા કોટડા આયુર્વેદ દવાખાનાનો ઉદ્ઘાટન સમારોહ

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવણી તેમજ મોટા કોટડા આયુર્વેદ દવાખાનાનો ઉદ્ઘાટન સમારોહ

0
84

ગુજરાત રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર, આયુર્વેદ શાખા, સાબરકાંઠા જીલ્લા પંચાયત કચેરીના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – 2025 નિમિત્તે મોટા કોટડા ગામમાં નવ નિર્મિત જીલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું – મોટા કોટડા, તા. ઈડર, જી. સાબરકાંઠાનો ઉદ્ઘાટન સમારંભ, ધનવંતરી હવનનું આયોજન કર્યું હતું.

સમારંભનું ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ધન્વંતરી વંદના સાથે કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે કું. અનસુયાબેન ગામેતી ચેરમેન, આરોગ્ય સમિતિ, સાબરકાંઠા જીલ્લા પંચાયત, યતીનભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર, માધવ ગ્રુપ, અતિથિ વિશેષ કાંતિભાઈ પી.પટેલ પ્રમુખ, તાલુકા પંચાયત, ઈડર, જ્યોત્સનાબેન પંડ્યા, અધ્યક્ષ, ઈડર તાલુકા પંચાયત કારોબારી સમિતિ, કોકિલાબેન પટેલ સરપંચ, મોટા કોટડા, સામાજીક આગેવાન કેશુભાઈ પટેલ, પુ. અધ્યક્ષ, ઈડર તાલુકા પંચાયત કારોબારી, સમિતિ, હર્ષદ વોરા, જીલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા ઉપસ્થિત રહ્યા હતા.

સૌ-પ્રથમ જીલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રજ્ઞા ડી.શાહ દ્વારા મહેમાનોનો પરિચય, પ્રાસંગિક ઉદબોધન, ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન, આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.આહાર – વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થવૃત, અગ્નિકર્મ, રક્તમોક્ષણ, વિદ્ધ કર્મ ચિકિત્સા, નાડી પરીક્ષા અને હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિના વિવિધ ચાર્ટ્સનું પ્રદર્શન, આયુષ નિદાન સારવાર કેમ્પ અંતર્ગત નીચે મુજબની વિવિધ ઓ.પી.ડી.ઓમાં 406 દર્દીઓ, અગ્નિકર્મ રક્ત મોક્ષણમાં 105 – દર્દીઓ, ચાટ પ્રદર્શન – 282 લાભાર્થીઓ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત 210 વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું, યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!