31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પંચમહાલ: નવસારી જીલ્લાના ચીખલીના ત્રણ મિત્રોની નવરાત્રીમાં માઈભક્તિ, 700 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી કરશે ચામુંડા માતાના દર્શન


ગોધરા,
હિન્દુ ધર્મના સૌથી મોટા ગણાતા પર્વ નવરાત્રીની શરુઆત થઈ ગઈ છે. માઈભક્તો તેમજ ગરબા રસિકો નવરાત્રીના ચોકમા ગરબા રમીને માતાજીની ભક્તિ અને આરાધના કરે છે. નવસારી જીલ્લાના ચીખલી શહેરના ત્રણ યુવાનો જે માતાજીના પરમ ભક્ત છે. તેઓ રાજસ્થાનના આસિન્દ ખાતે આવેલા ચામુંડા માતાજી અને ભૈરવદાદાના દર્શન કરવા સાઈકલ લઈને નીકળ્યા છે. તેઓ પંચમહાલના શહેરા ખાતે આવી પહોચ્યા હતા.

નવસારી જીલ્લાના ચીખલી શહેરના રહેવાસી રોશન કુમાવત, ઉદય કુમાવત,અને ઘનશ્યામ કુમાવત ત્રણેય મિત્રો છે. તેઓ ચામુંડા માતાજી અને ભૈરવ દાદાના ભકત છે. નવરાત્રીના તહેવારની શરુઆત થઈ ગઈછે. આ ત્રણેય મિત્રોએ રાજસ્થાન રાજ્યના ભીલવારા જીલ્લામા આવેલા આસિન્દ ખાતે બિરાજતા ચામુંડા માતાજીના મંદિર અને ભૈરવદાદાના મંદિરે જવાનુ વિચાર્યુ હતુ.સામાન્ય રીતે ધાર્મિક મંદિરો ખાતે બસ,બાઈક ,ટ્રેન થકી જાય છે પણ તેમન સાઈકલ પર રાજસ્થાન જવાનુ વિચાર્યુ આથી ત્રણેય મિત્રો ચીખલીથી સાઈકલ લઈને યાત્રા આરંભી હતી.અને સુરત,ભરુચ,વડોદરા સહિતના જીલ્લામાંથી પસાર થઈને પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવી પહોચ્યા હતા. ચીખલી થી રાજસ્થાનના આસિન્દ ની યાત્રા 700 કિલોમીટર જેટલી થાય છે.રોશન કુમાવત જણાવે છે કે ચીખલી નવસારી થી આવ્યા છે. નવરાત્રી હોવાથી અમે રાજસ્થાનના આસિન્દ ખાતે ચામુંડા માતાજીના મંદિરે દર્શન માટે જઈએ છે. અને લોકોની પણ મદદ મળી રહે છે.અમને ચા,પાણી,નાસ્તાની સેવા પુરી પાડે છે. ત્યાર બાદ તેઓ રાજસ્થાન તરફ જવા રવાના થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!