27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત નવરાત્રી મહોત્સવમાં અરવલ્લી પોલિસ ખડેપગે : ભૂલી પડેલ મહિલાને ઘરે પહોંચાડતી મોડાસા...

નવરાત્રી મહોત્સવમાં અરવલ્લી પોલિસ ખડેપગે : ભૂલી પડેલ મહિલાને ઘરે પહોંચાડતી મોડાસા ટાઉન પોલિસ

0
75

અરવલ્લી જિલ્લામાં હાલ નવરાત્રી મહોત્સવને લઇને ઠેર-ઠેર ગરબા ના આયોજન થયા છે. તમામ નવરાત્રી મહોત્સવમાં પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને, રોમિયોગિરી કરતા શખ્સોને પકડવા તેમજ લોકોની સુરક્ષાની જવાબદારી સાથે અરવલ્લી જિલ્લા પોલિસ સતત ખડેપગે છે. આ વચ્ચે સાતમા નોરતે મોડાસા ટાઉન પોલિસ ની ટીમે ભૂલી પડેલ મહિલાને ઘરે પહોંચાડી હતી.

બે દિવસ પહેલા મોડાસા ના રમઝટ નવરાત્રી મહોત્સમાં એક યુવકની તબિયત લથડતા, મોડાસા મહિલા શી ટીમ દ્વારા યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, ત્યારે મોડાસા ટાઉન પોલિસની એક સરાહનિય કામગીરી સામે આવી છે. મોડાસા ટાઉન પોલિસની ટીમે રામપાર્ક નવરાત્રી મહોત્સવમાં ભૂલી પડેલ મહિલાને ઘરે પહોંચાડી હતી. રામપાર્ક નવરાત્રી મહોત્સવમાં મહિલા પરિજનો સાથે આવી હતી, જોકે પરિવારથી વિખૂટી પડી હતી અને શોધખોળ કરતી હતી, મહિલા પર અહીં બંદોબસ્તમાં રહેલ હોમગાર્ડ અને ટાઉન પોલિસની નજર હતી, જોકે મહિલાની પૂછપરછ કરતા, મહિલા તેમના સ્વજનોને શોધી રહી હતી. આ અરસામાં કોઈ મળી નહીં આવતા, મહિલા પંડ્યાવાસ વિસ્તારમાં રહેતી હોવાની માલૂમ થતાં, મોડાસા ટાઉન પોલિસની ટીમે પોલિસ વેન માં મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!