29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લીઃ બાયડ તાલુકામાં યથાવત્ રાખવા ગાબટ ગ્રામજનોની માંગઃ બજારો બંધ રાખી માંગ...

અરવલ્લીઃ બાયડ તાલુકામાં યથાવત્ રાખવા ગાબટ ગ્રામજનોની માંગઃ બજારો બંધ રાખી માંગ બુલંદ કરી

0
73

ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા વહીવટી સરળતા માટે ઘણા મોટા વિસ્તાર ધરાવતા તાલુકાઓનું વિભાજન કરી નવા 17 તાલુકાની રચના જાહેર કરવામાં આવી છે. અરવલ્લી જીલ્લામાં પણ બે નવા તાલુકાની રચનાની જાહેરાત કરવામાં આવી છે. બાયડ તાલુકાનું વિભાજન કરી સાઠંબા નવો તાલુકો જાહેર કરવામાં આવતાં મોટાભાગે લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે..

માલપુર તાલુકાનું ઉભરાણ ગામ જે ઉભરાણથી માલપુર જવા માટે 28 કિ.મી નું અંતર કાપવું પડે છે જેથી ઉભરાણના ગ્રામજનોએ સાઠંબા તાલુકામાં જોડાવા માટે માંગ કરી છે. જ્યારે એનાથી વિપરીત કેટલાક ગામોને સાઠંબા તાલુકામાં સમાવવાથી વિરોધ છે ગાબટ અને સાઠંબા નગર વચ્ચે માત્ર ૧૦ કિમી નું અંતર છે ગાબટનગરનો જીઈબી અને પોલીસ સ્ટેશન સાથેનો વ્યવહાર સાઠંબા ખાતે છે. પરંતુ ગાબટના ગ્રામજનોએ બાયડ તાલુકામાં યથાવત રાખવા મનસુબો બનાવી લીધો છે અને સોમવારના રોજ ગાબટને બાયડ તાલુકામાં યથાવત રાખવાની માંગ સાથે પ્લે કાર્ડ લઈ બજારો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!