34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ : ગોધરાની વલ્લભનગર સોસાયટીમાં અંબાજી ભાદરવી પૂનમની થીમ પર ગરબા

પંચમહાલ : ગોધરાની વલ્લભનગર સોસાયટીમાં અંબાજી ભાદરવી પૂનમની થીમ પર ગરબા

0
51

ગોધરા શહેરની વલ્લભનગર સોસાયટીના શેરી ગરબામાં અંબાજીના ખાતે ભાદરવી પુનમ પર કરાતા ડેકોરેશનની થીમ ભાવિકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની

પંચમહાલ જિલ્લામાં નવરાત્રી પર્વની રંગચંગે ઉજવણી થઇ રહી છે.ગોધરા શહેરમાં શેરી ગરબા તેમજ મોટા ગરબાનૂ આયોજન કરવામા આવી રહ્યુ છે. ગોધરા શહેરના ભુરાવાર વિસ્તારના વલ્લભનગર સોસાયટીમાં આયોજીત શેરી ગરબા ગરબા રસિકો માટે આર્કષણનૂં કેન્દ્ર બન્યા છે.વલ્લભનગર યુવક મંડળ દ્વારા આ વખતે અંબાજીના ભાદરવી પુનમના મેળાની ડેકોરેશન થીમ બનાવામા આવી છે.જેમા નવરાત્રીના નવ દિવસોનૂ મહત્વ અને નવ દિવસ દેવીઓના પુજન અને તેના ધાર્મિક મહત્વ અંગે જાણકારી આપવામા આવી છે.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટી ખાતે વલ્લભનગર નવયુવક મંડળ દ્વારા 1991ની સાલથી નવરાત્રી પર્વ અંતર્ગત શેરી ગરબાનુ આયોજન કરવામા આવે છે. જેમા સૌ કોઈ ખેલૈયાઓ ગરબે ઘુમીને માતાજીના આરાધના કરે છે. આ મંડળ દ્વારા દર વર્ષ ગરબા ચોકમા અલગ અલગ થીમ રાખવામા આવે છે. આ વર્ષેની અંબાજીનાભાદરવી પુનમ ખાતેના મેળામા રાખવામા આવેલી ડેકોરેશનની ગોધરાવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.વલ્લભનગર સોસાયટીમા આ વખતે પહેલીવાર અંબાજી ખાતે ચાલુ વર્ષે ડેકોરેશન કરવામા આવ્યુ હતુ તેના પર થીમ રાખવામા આવી છે.તે પ્રમાણ ગરબા ચોકને સજાવાયો છે. જેમા વચ્ચે માતાજીની ગરબાનુ સ્થાપન કરવામા આવ્યુ છે. એક વિશાળ પોસ્ટરમા માતાજીના નવે નવ દિવસના મહત્વને સમજાવામા આવ્યુ છે. નવે નવ દિવસ અલગ અલગ દેવીની પુજા કરવામા આવે છે. જેમા પ્રથમ દિવસે શૈલપુત્રી,બીજા દિવસે બ્રહ્મ ચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંધમાતા પુજન, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી,આઠમા દિવસે મહાગૌરી,નવમા દિવસે સિધ્ધીદાત્રીની પુજા કરવામા આવે છે.જેના પોસ્ટર માતાજીના ફોટા સાથે લગાવીને તેનુ મહત્વ સમજાવામા આવ્યુ છે.આ પ્રકારની થીમ ગોધરા શહેરમા પહેલી વાર લગાવવા આવી છે. તેવુ આયોજકોનુ કહેવુ છે. સાથે સાથે અહી ગરબા ચોકમાં એક પ્રતિભાવને લઈને પેજ બનાવામા આવ્યુ છે જેમા ગરબા રસિકો ગરબા સમાપ્ત થયા બાદ પોતાના પ્રતિભાવો પણ લખી શકે છે. આ ગરબા ચોક જોવા માટે ગોધરા શહેરની સોસાયટીઓંમાથી ભાવિકો જોવા આવે છે. સાથે સાથે અહી મ્યુઝિક સિસ્ટમ પર રાશ ગરબાની રમઝટ જામે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!