37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : સાઠંબા પીપલ્સ સહકારી બેંકના કૌભાંડી ઈ.મેનેજર સામે 3.19 કરોડની ઉચાપતનો...

અરવલ્લી : સાઠંબા પીપલ્સ સહકારી બેંકના કૌભાંડી ઈ.મેનેજર સામે 3.19 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો

0
48

અરવલ્લી જિલ્લાના સાઠંબા પીપલ્સ કોપરેટીવ બેંકમાં છેલ્લા ચાર દિવસથી બેંકમાં ત્રણ કરોડ રૂપિયા ઉપરાંતની રકમનું ભોપાળુ થયા ની ચર્ચાઓ વચ્ચે રવિવારે રાત્રે સાઠંબા પોલીસ મથકે ઇન્ચાર્જ મેનેજર પીંકલ પટેલ સામે બેંકના ચેરમેન વિરેન્દ્રકુમાર શાહે ફરિયાદ નોંધાવતો સાઠંબા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

શાતિર દિમાગના ઇન્ચાર્જ મેનેજર પિંકલ દિનેશભાઈ પટેલે ઓનલાઇન સુવિધાથી નાણાં ટ્રાન્સફર કરવાની કાર્યપદ્ધતિનો અને મેનેજર પાસે રહેતા ખાનગી આઈડી પાસવર્ડનો દુરઉપયોગ કરી જીસીએસ બેંકના એકાઉન્ટમાંથી પોતાની પત્ની, માતા અને ભાઈના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી તેમાંથી પોતાના એસબીઆઇ અને બીઓબી બેંકના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી પોતાના ગ્રો ડીમેટ એકાઉન્ટમાં મની એડ કરી ઇન્ટ્રા ડે માં ટ્રેડિંગ કરી તેમાં નુકસાન કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સાઠંબા પીપલ્સ બેંકના ચેરમેન વિરેન્દ્રકુમાર રમણલાલ શાહની ફરિયાદ લઇ સાઠંબા પોલીસે આરોપી પિંકલ દિનેશકુમાર પટેલ મુળ રહે. કાદવીયા. હાલ રહે. મકાન નં. 149,શ્રીજી શરણમ સોસાયટી બાયડ સામે રૂ. 3.19 કરોડની ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!