37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પોલીસે ત્રણ લક્ઝુરિયસ કારમાંથી 10 લાખથી વધુનો શરાબ જપ્ત કર્યો,LCBએ...

અરવલ્લી : પોલીસે ત્રણ લક્ઝુરિયસ કારમાંથી 10 લાખથી વધુનો શરાબ જપ્ત કર્યો,LCBએ મંદિરના ચોરને દબોચ્યો

0
68

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પોલીસતંત્રને પ્રોહિબિશનની સખ્ત અમલવારીના આદેશ અપાતા પોલીસ સતત દોડાદોડી કરી બાતમીદારોની મદદથી રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂની હેરાફેરીનાં ચક્રને તોડી રહી છે તેમજ વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી વોન્ટેડ આરોપીઓને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દેતા અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂની લાઇન ચલાવવા મોડાસા સહિત ગાંધીનગરના ચક્કર લગાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક XUV 700 ગાડીની ડેકીમાં ગુપ્તખાનું બનાવી સંતાડેલ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ નંગ-114 કિંમત રૂ.4.73 લાખ સાથે વિદેશી દારૂની ખેપ મારનાર જનવેદસિંહ સુદર્શનસિંહ ચૌહાણ (રહે,મોટેરા-અમદાવાદ) અને શંકરસિંહ ગૌતમસિંહ સિસોદિયા(રહે,અદવાસ-રાજ)ને દબોચી લઇ 14.83 લાખનો દારૂ જપ્ત કરી ગણતરીના કલાકોમાં અન્ય ગ્રાન્ડ વિટારામાં દારૂની ખેપ મારનાર ભરૂચ વાગરાના લબરમૂછીયા બુટલેગર વિનોદ અરવિંદ ગોહિલને દબોચી લઇ રૂ. 3.20 લાખના વિદેશી દારૂ સહિત 13.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ઇસરી PI જી.કે. વહુનિયા અને તેમની ટીમે ભડવચ ગામની સીમમાં બિનવારસી એસ ક્રોસ ગાડીમાંથી 2.60 લાખના શરાબ અને પાયલોટીંગ કરતી આઈ-૨૦ કાર જપ્ત કરી 11.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બૂટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી એલસીબી પીઆઇ ગરાસિયાએ તેમની ટીમ સાથે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા કંટાળું હનુમાન મંદિર અને અન્ય એક મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા પોલીસને હંફાવનાર રાજસ્થાનના ભાણવા ફળિયું (પાટીયા)નો અજીત રમેશ અસોડા કદવાડી બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની બાતમી મળતાં તાબડતોડ ત્રાટકી દબોચી લઇ ચોરી દરમિયાન ફિંગર પ્રિન્ટના આધારે મંદિર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી મંદિર ચોરીમાં સંડોવાયેલ ગોવિંદ ખાતું ખરાડી (રહે,જાયરા-રાજ) અને અનિલ લક્ષ્મણ કટારા (રહે,ચૂડાવાડા-રાજ)ને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!