30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી: શામળાજી પોલિસે પાઉડરની આડમાં લવાતો દારૂ પકડ્યો, દિવાળી આવતા દારૂની હેરાફેરી...

અરવલ્લી: શામળાજી પોલિસે પાઉડરની આડમાં લવાતો દારૂ પકડ્યો, દિવાળી આવતા દારૂની હેરાફેરી વધી !!!!

0
70

રાજસ્થાન સીમા સાથે જોડાયેલા અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી સતત વધી રહી હોય, તેવું લાગે છે, આ વચ્ચે શામળાજી પોલિસ અને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. દિવાળી આવતા, દારૂની ગાડીઓની અવર-જવર શરૂ થતાં, પોલિસ આવી ગાડીઓને પકડી પાડી રહી છે.
શામળાજી પોલીસે ટાટા કંપનીની ટ્રક નંબર RJ 14 GH 3912 માં ભરેલ પ્લાસ્ટીકના જુના સામાન તથા પાઉડરના કટ્ટાની આડમાં ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૯૮ કુલ બોટલ નંગ-૩૫૭૬ જેની કિ.રૂ. ૩૯,૩૩,૬૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ એન.જાડેજા ની ખાસ સૂચનાથી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીગ કરવા ટીમ ફિલ્ડમાં હતી, ત્યારે શામળાજી પોલિસ ની ટીમને મોટી સફળતા મળી છે. શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોર અને તેમની ટીમ અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા. આ સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોર ને બાતમી મળી હતી કે,એક ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક ગાડી નંબર RJ 14 GH 3912 માં તેનો ચાલક પ્લાસ્ટીકના જુના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશ થવાનો છે. પોલિસે ચોક્કસ બાતમી ના આધારે આધારે અણસોલ ચેક પોસ્ટ ખાતે ટ્રક આવતા બેરી કેટિંગની આડાશ કરાવી ટ્રક ગાડી રોકી હતી. ટ્રકમાં તપાસ કરતા, તેમાં પ્લાસ્ટીકના જુના સામાન તથા પાઉડરના કટ્ટા ભરેલા હતા.

શામળાજી પોલિસે ચોક્કસ બાતમીના આધારે ટ્રકમાં ઝીણવટભરી તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ-298, કુલ બોટલ નંગ-3576 જેની કિ.રૂ. 39,33,600/- રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. આ સાથે જ પોલિસે કુલ 64,42,542/-ના મુદ્દામાલ સાથે લાદુસિંહ હુકમસિંઘ રાવત, ઉં.આ.વ. 24, રહે. લક્ષ્મીપુરા, પો. ઈસરમંડ, તા. દેવગઢ, જિ. રાજસમંદ, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!