30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા Police માં ક્યાં-કયા કર્મચારી કેટલા સમયથી સ્થાયી ? શું વહીવટદારો...

અરવલ્લી જિલ્લા Police માં ક્યાં-કયા કર્મચારી કેટલા સમયથી સ્થાયી ? શું વહીવટદારો તો નથી બની ગયા ને ?

0
95

ગુજરાતમાં પોલીસ સતત ચર્ચાઓમાં રહેતી હોય છે, જેમાં દારૂની હેરાફેરીમાં પોલીસની કથિત રીતે સંડોવણી કે વહીવટદાર બનીને દારૂની લાઈનો ચલાવવી વગેરે વગેરે. આવું એટલા માટે થતું હોય છે કે ઘણા વર્ષોથી એક ને એક જગ્યાએ સ્થાયી થયેલા પોલીસ કર્મચારીઓ પોતાનો સિક્કો જમાવી દેતા હોય છે અને માનિતા અધિકારીઓના ચુંબક બનતા હોય છે.  એટલું જ નહીં વડ ની જેમ વડવાઈઓ ફેલાવે અને મજબૂતાઈ થી અડીખમ થાય, તે પહેલા દૂર કરવામાં આવે, તે જરૂરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા ઘણાં સમયથી એક જ જગ્યાએ સ્થાયી થયેલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે, હાલમાં જ ઈસરી પોલિસ સ્ટેશનના 15 થી વધારે પોલિસ કર્મચારીઓની બદલી કરી હતી, ત્યારે એકસાથે બદલી થતાં અનેક ચર્ચાઓ ચાલી હતી. જોકે હજુ પણ કેટલાક વિભાગોમાં ઘણાં સમયથી કર્મચારીઓ એક જ જગ્યાએ નોકરી કરીને કદાચ કંટાળી ગયા હોય, પણ કોઈને કહી શકતા નથી. અરવલ્લી જિલ્લા પોલિસના કેટલાક વિભાગમાં કયા પોલીસ કર્મચારીઓ કેટલા સમયથી છે તે અંગે જિલ્લા પોલિસ વડા ચોક્કસ ધ્યાન આપે તો ખ્યાલ આવે.  ઘણી જગ્યાએ આવા કર્મચારીઓ શરમના મારે કહી શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!