33.7 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડા મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી અભાવ વચ્ચે મોડાસા માં...

અરવલ્લી : ભિલોડા મામલતદાર કચેરી માં ફાયર સેફ્ટી અભાવ વચ્ચે મોડાસા માં આગ નો બનાવ, કપડાની દુકાન સ્વાહા!

0

દિવાળી આવતા જ આગ લાગવાનો બનાવો બનતા હોય છે. તંત્ર દ્વારા ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, જોકે કોમ્પ્લેક્ષ અને બહુમાળી દુકાનોમાં ફાયર સેફ્ટીના અભાવ જોવા મળતા હોય છે. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં જ સરકારી નિયમનો ઉલાળિયો જોવા મળે છે, જોકે આવા સરકારી વિભાગોને કોણ ઠપકો આપે તે સવાલ છે. ગઈકાલે ભિલોડા મામલતદાર લાગેલ ફાયર સેફ્ટી બૉટલ જ એક્સપાયર થયેલી જોવા મળી હતી, ત્યારે બીજા દિવસે જ મોડાસા માં આગ લાગવાની ઘટના ઘટી છે

અરવલ્લી જિલ્લામાં આવી જ એક ઘટના મોડાસામાં બની છે. શામળાજી રોડ પર આવેલા રાજવી કોમ્પલેક્ષમાં કપડાની બે દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. સવારના અરસામાં આગ લાગવાનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ એ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે દુકાનમાં રહેલો કરોડો રૂપિયાનો માલ બળીને ખાસ થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. દિવાળી નો સમય હતો ત્યારે વેપારીએ દુકાન સામાનથી ભરચક કરી હતી. એવામાં આગ લાગતા વેપારી પર આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!