30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગ ના ભાજપ પ્રેરિત પેનલ...

અરવલ્લી : મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગ ના ભાજપ પ્રેરિત પેનલ ના ચારેય ઉમેદવાર નો બિનહરીફ વિજય

0
69

મોડાસા માર્કેટ યાર્ડની જાહેર થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વેપારી પેનલ ના ચારે ઉમેદવારો બિનહરીફ વિજય મેળવ્યો છે.
આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો તરીકે (1) પટેલ રાકેશકુમાર મગનલાલ, (2) દધાલિયાવાળા મ. યુનુસ અહમદભાઈ, (3) શાહ ચિરાગકુમાર અશોકભાઈ અને (4) શાહ નરેન્દ્રકુમાર હીરાલાલ વિજયી બન્યા છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના માર્ગદર્શન અને પ્રયત્નોથી વેપારી વિભાગની ચૂંટણી બિનહરીફ થઈ છે.ભાજપના આ વિજયથી કાર્યકરો અને સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો છે.જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ મહામંત્રી હસમુખભાઈ પટેલ અને મોડાસા શહેર ભાજપા પૂર્વ પ્રમુખ રણધીરભાઈ ચુડઘરે અને મોડાસા નગરપાલિકાના યુવા પ્રમુખ નીરજભાઈ શેઠે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય બાબતે છે કે વેપારી વિભાગ ના રાકેશભાઈ મગનભાઈ પટેલ પટેલ સતત પાંચમી વખત ચૂંટાયા છે અને છેલ્લા 20 વર્ષથી વેપારી વિભાગનું સફળ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓ બે ટર્મ માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. બિન હરીફ થયેલી ચૂંટણીથી સહકાર ક્ષેત્રમાં રાકેશ પટેલ નો દબદબો જોવા મળ્યો છે અને એક યુવા સહકારી અગ્રણી તરીકે ઉભરી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!