30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસામાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત, પાવનસિટી રેસીડેન્સીમાં બાળકીને ફાડી નાખતાં...

અરવલ્લી : મોડાસામાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત, પાવનસિટી રેસીડેન્સીમાં બાળકીને ફાડી નાખતાં સારવાર હેઠળ

0
77

તંત્રના બહેરા કાનને કોઈને પીડા સંભળાતી નથી,ગાંધારીની જેમ આંખે પટ્ટા બાંધનાર ગુજરાતનું તંત્ર કંઈ જોઈ શક્તુ નથી. ભલે આગકાંડ થાય, આખલા ભડકે, અકસ્માત થાય કે પછી રખડતા કૂતરા કોઈનું જીવન બરબાદ કરે, પણ આવું બધુ તો ચાલ્યા કરે. અહીં કોને પડી છે.તંત્ર જાણે જાડી ચામડીનું થઈ ગયું હોય તેવો માહોલ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે ગુજરાતમાં રખડતા શ્વાનનો ચારેતરફ ત્રાસ છે.તંત્ર પણ જાણે હોતી હૈ ચાલતી હૈની નીતિ અખત્યાર કરી રહ્યું છે ત્યારે રખડતા કૂતરાએ મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ પાવનસિટી રેસિડેન્સીમાં એક બાળકી પર હુમલો કરતા પગના ભાગે ઉંડા ઘા પડી ગયા હતા સદનસીબે આજુબાજુથી લોકો દોડી આવતા બાળકીનો આબાદ બચાવ થયો હતો કુતરાના હુમલાના પગલે ઘાયલ બાળકીને સારવાર અર્થે દવાખાને ખસેડાઇ હતી

મોડાસા શહેરમાં રખડતા પશુઓનો ભોગ અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો સતત બની રહ્યા છે રખડતા પશુઓ વાહનચાલકોને આડે ઉતરતા કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે રખડતા પશુઓ કાબૂ કરવા નગરપાલિકા તંત્ર પાસે ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે કાગળ કર કામગીરી બતાવવા માટે સમયાંતરે નગરપાલિકા રખડતા પશુઓને પાંજરે પુરવા ખાનાપૂર્તિ કામગીરી કરતી રહે છે ત્યારે મેઘરજ રોડ પર આવેલ પાવનસિટી રેસીડેન્સીમાં રહેતી એક બાળકી પર ડાઘિયા કૂતરાએ હુમલો કરી બચકા ભરતાં બાળકીના શરીરે ગંભીર ઉંડા ઘા પડી ગયા હતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકતાં આજુબાજુથી લોકો દોડી આવતા બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી ગઈ હતી બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડાતા તબીબે સઘન સારવાર હાથધરી હતી મોડાસા શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે હવે જોવું રહ્યું કે નઘરોળ તંત્ર રખડતા કૂતરાઓના ત્રાસને કાબૂમાં લેવા કયા પ્રકારની કાર્યવાહી કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!