34.4 C
Gujarat
Thursday, August 6, 2026
Home Politics & Current Affairs અરવલ્લી: 1-1 રૂપિયાનો હિસાબ જનતાને આપવાની માંગ સાથે મોડાસા નગર પાલિકા ખાતે...

અરવલ્લી: 1-1 રૂપિયાનો હિસાબ જનતાને આપવાની માંગ સાથે મોડાસા નગર પાલિકા ખાતે કોંગ્રેસના ધરણાં

0
123

અરવલ્લી જિલ્લામાં હવે કોંગ્રેસ સક્રિય થયું હોય, તેવું લાગે છે. મોડાસા નગરના વિવિધ મુદ્દાઓને લઇને કોંગ્રેસ પાર્ટીએ ધરણાં પ્રદર્શન કર્યા હતા. મોડાસા નગર પાલિકા ખાતે કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલની આગેવાનીમાં ધરાણાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરજનોના હક્ક,સુવિધા અને વિવિધ સેવાઓને લઇને માંગ ઉગ્ર બની હતી. મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા નગરપાલિકા કચેરી સમક્ષ મોડાસા માંગે જવાબ – શ્વેતપત્ર જાહેર કરો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. નગરમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ગંદકી, અધૂરા વિકાસ અને નાગરિક સુવિધાઓના અભાવ વિરુદ્ધ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.

ભાજપ શાસિત નગરપાલિકા માત્ર પ્રસિદ્ધિ માટે કામ કરે છે, વિકાસ માટે નહિ. નગરના એક એક રૂપિયા નો હિસાબ હવે પ્રજાને આપવો પડશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય અને અધૂરા સફાઈ કામ, બંધ સિટી બસો અને એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ , અધૂરું રિવરફ્રન્ટ, બંધ સીસીટીવી, નિષ્ક્રિય ટ્રાફિક સિગ્નલ, ભૂગર્ભ ગટર યોજનામાં બેદરકારી અને ગુણવત્તાનો અભાવ અને પાંચ વર્ષના કાર્યકાળનો શ્વેતપત્ર જાહેર કરવાની માંગ સહિત ના મુદ્દે આક્રોશ વ્યક્ત કરાયો હતો.

ધરણાં કાર્યક્રમમાં “હિસાબ આપો!”, “શ્વેતપત્ર જાહેર કરો!”, “ગંદકી બંધ કરો!” જેવા સૂત્રો સાથે કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકાના વહીવટ પર હલ્લાબોલ કર્યો હતો. મોડાસાની પ્રજા હવે મૌન નથી ,હિસાબ માંગશે અને હક મેળવશે. એવો સંદેશ આપ્યો હતો.અને નગરપાલિકાના મુખ્ય અધિકારી ને નગરના પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, જશુભાઈ પટેલ, શહેર પ્રમુખ રાહુલભાઈ પટેલ, વદનસિંહ મકવાણા,નગરપાલિકા ના કોર્પોરેટરશ્રીઓ અને નગરજનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!